બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજે ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદ આગાહી / આજે ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

Last Updated: 10:29 AM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast : ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત, હવે ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? જાણો IMDની લેટેસ્ટ આગાહી

1/6

photoStories-logo

1. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના દરવાજે પહોંચી ગયું

દેશભરમાં ભીષણ ગરમી અને ઉકળાટ વચ્ચે જેની રાહ જોવાઈ રહી છે તે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આખરે ભારતના દરવાજે પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ચોમાસાએ કેરળમાં સત્તાવાર પ્રવેશ કરી દીધો છે અને હવે ધીમે ધીમે દેશના અન્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ વર્ષે ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં લગભગ ત્રણ દિવસ મોડું નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તેજ બનશે

ચોમાસાની પ્રગતિની વાત કરીએ તો તે હાલમાં કેરળ ઉપરાંત કર્ણાટક, તમિલનાડુના કેટલાક વિસ્તારો, લક્ષદ્વીપ તથા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ ભાગોમાં સક્રિય બન્યું છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?

હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 20 જૂનની આસપાસ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થવાની સંભાવના છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી પહોંચતા થોડો વધુ સમય લાગી શકે છે. જો હવામાન પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આજે ગુજરાતમાં ક્યાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાંમાં વરસાદ પડી શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં સાથે વીજળી પડવાની અને પવન ફૂંકાવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દેશના અન્ય રાજ્યોમાં ચોમાસાની સંભાવિત એન્ટ્રી

વિગતો મુજબ ગોવા અને તેલંગાણા : 7થી 8 જૂન, મહારાષ્ટ્ર : 5થી 10 જૂન, મધ્યપ્રદેશ : 15થી 20 જૂન, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર : 15થી 20 જૂન. મધ્ય ઉત્તર પ્રદેશ : 20થી 25 જૂન, રાજસ્થાન : 25થી 30 જૂન અને દિલ્હી-એનસીઆર : જૂનના અંત સુધી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

IMD અનુસાર કેરળ અને કર્ણાટકમાં આગામી એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી પાંચથી છ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દેશના ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગો સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા, ગાજવીજ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Monsoon Update, IMD Weather Update Gujarat Monsoon Update Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ