બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામ પર ચાલશે તંત્રનો હથોડો, AMCની ટીમ પહોંચતા જ બબાલ

અમદાવાદ / આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામ પર ચાલશે તંત્રનો હથોડો, AMCની ટીમ પહોંચતા જ બબાલ

Priykant Shrimali

Last Updated: 11:21 AM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Motera Demolition : મોટેરા ગામમાં ડિમોલિશન કાર્યવાહી સામે ગ્રામજનોનો વિરોધ, 36 ગેરકાયદે મકાનો દૂર કરવાની AMCની તૈયારી

Ahmedabad Motera Demolition : અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિગતો મુકબ આશારામ આશ્રમ નજીક આવેલા જૂના ગામતળ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત અને JCB મશીનો સાથે સ્થળ પર પહોંચી હતી.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ જૂના ગામતળ હેઠળ આવેલા કુલ 36 મકાનોને ગેરકાયદે બાંધકામ ગણાવી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ નિર્ણય સામે સ્થાનિક રહિશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ડિમોલિશન ટીમ ગામમાં પ્રવેશ કરે તે પહેલાં જ ગ્રામજનોએ વિરોધનો મોરચો ખોલી દીધો હતો. રહીશોએ ગામની બહાર રસ્તો રોકી કોર્પોરેશનની ટીમને આગળ વધતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

સૂત્રો મુજબ આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ અને શહેરના આધુનિક વિકાસના આયોજનને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : આજે ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

આ તરફ તંત્રનું કહેવું છે કે, વિકાસલક્ષી યોજનાઓને આગળ વધારવા માટે કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો પોતાનું રહેઠાણ બચાવવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Motera Demolition Drive Asharam Ashram Ahmedabad AMC Action
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ