બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:06 AM, 6 June 2026
1/5
IMDએ ચેતવણી આપી છે કે, એક પશ્ચિમી વિક્ષોભ અને ચક્રવતી પરિસંચરણના સક્રિય થવાનું કારણ દેશના 19 રાજ્યોમાં વાતાવરણ બગડશે. આ દરમિયાન 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની શક્યતા છે. જેની અસર ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને આસામમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂર્વી રાજ્યોમાં વિશેષ રુપમાં વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
2/5
દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં10 અને 11 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 6-7 જૂને પૂર્વી રાજસ્થાનમાં અને 6 થી 11 જૂન દરમિયાન વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. 7 જૂને પશ્ચિમ રાજસ્થાનમાં અને 7 થી 11 જૂન દરમિયાન પૂર્વી રાજસ્થાનમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
3/5
પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં પણ 11 જૂન સુધી સતત વરસાદ પડી રહ્યો છે. ગોવા અને કોંકણમાં 10 જૂન સુધી અને મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 9 જૂન સુધી વરસાદ પડવાની શક્યતા છે. ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
4/5
5/5
ચોમાસાની વાત કરીએ તો, તે દક્ષિણપશ્ચિમ કર્ણાટક, તમિલનાડુ અને ગોવા તરફ આગળ વધી ગયું છે. આગામી અઠવાડિયામાં કેરળ અને કર્ણાટક માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, અને તમિલનાડુ માટે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી સાત દિવસમાં ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ અને મધ્ય ભારતમાંથી પસાર થયા પછી, જૂનના અંત સુધીમાં ચોમાસાનો વરસાદ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબ પહોંચવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ