ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / LPG સિલિન્ડર થશે વધુ મોંઘા, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી જણાવ્યું કારણ

નેશનલ / LPG સિલિન્ડર થશે વધુ મોંઘા, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી જણાવ્યું કારણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:44 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Price Hike: ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે, પરંતુ તેનાથી જનતાને રાહત મળી નથી. સરકારે જણાવ્યુ છે કે આવનારા સમયમાં ભાવ વધુ વધી શકે છે.

ADVERTISEMENT

LPG Price Hike: ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે, પરંતુ તેનાથી જનતાને રાહત મળી નથી. સરકારે જણાવ્યુ છે કે આવનારા સમયમાં ભાવ વધુ વધી શકે છે.

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં પણ લોકો મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ કોમર્શિયલ અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. જોકે આ મોઘવારીની અસર હજુ અટકી નથી. ભવિષ્યમાં તે વધુ વધશે. સરકારે પુષ્ટિ કરી છે કે ઘરેલું ગેસના ભાવ આવનાર સમયમાં હજુ પણ વધશે.

સરકાર તરફથી નિવેદન

હકીકતમાં તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું, "ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી અમે પણ દુઃખી અને અફશોસ કરીએ છીએ." પરંતુ આની ટીકા કરતા પહેલા લોકોએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને સમજવી જોઈએ. સમગ્ર વિશ્વ હાલમાં ઘણા ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું, "વિશ્વભરમાં માલના ટ્રાન્સશિપમેન્ટ અને પુરવઠા પર અસર પડી રહી છે. LPG પણ હવે ખૂબ જ ઓછી જગ્યાએથી ઉપલબ્ધ છે. આનાથી પુરવઠા અને કિંમતો પર દબાણ વધ્યું છે."

સામાન્ય લોકો માટે ચિંતિત છે સરકાર

તેમણે વધુમાં કહ્યું, "પરિવહન ખર્ચમાં વધારો થયો છે. ગેસનો મૂળ ખર્ચ પણ ઊંચો છે. વધુમાં માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં 40-45 દિવસનો સમય લાગી રહ્યો છે, જેના કારણે વીમા ખર્ચમાં વધારો થયો છે. અમે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે પણ એટલા જ ચિંતિત છીએ, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં ગેસના ભાવમાં વધારો એક મજબૂરી બની ગઈ છે."

VTV ADD

આ પણ વાંચોઃ રાજકારણ / TMCમાં મોટું ભંગાણ, 20 બળવાખોર સાંસદો બનાવશે અલગ જૂથ, CM શુવેન્દુને મળ્યાં

તાજેતરમાં ભાવ વધારો

એ નોંધવું જોઈએ કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં 7 જૂને વધારો થયો હતો. ₹29ના વધારા પછી 14.2 કિલોના સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં ₹942 છે. અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો, જેના કારણે વેપારીઓ અને ખાદ્ય સેવા પ્રદાતાઓમાં તણાવ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Price Hike LPG News LPG Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ