બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી 7 વિકેટ

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી 7 વિકેટ

Ajitsinh Jadeja

Last Updated: 04:14 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AFG Test Highlights: ટીમ ઇન્ડિયાએ મુલ્લાનપુરમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શાનદાર વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાનનો બીજો દાવ 112 રનમાં સમેટાઇ ગઇ હતી.

ભારતે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો છે. સોમવારે મુલ્લાનપુર મેદાન પર ભારતીય ટીમે ત્રીજા દિવસે એક ઇનિંગ અને 300 રનથી વિજય મેળવ્યો છે ભારતે ટોસ જીતીને પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 564 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

જવાબમાં અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ થયું. ડેબ્યુટન્ટ માનવ સુથારે છ વિકેટ લીધી, જ્યારે અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહે સૌથી વધુ 60 રન બનાવ્યા. રહેમત શાહના આઉટ થયા પછી ટીમ પત્તાના ઢગલા જેવી પડી ગઈ. ભારતે અફઘાનિસ્તાનને 412 રનની લીડ સાથે ફોલોઓન કર્યું. અફઘાનિસ્તાનનો બીજો દાવ ફક્ત 112 રનમાં જ સમેટાઇ ગયો હતો. કુલદીપ યાદવે ચાર વિકેટ અને વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ લીધી હતી.

સિરાજે ભારતને પહેલી સફળતા 42 રનના સ્કોર પર અબ્દુલ મલિક (8) ને આઉટ કરીને અપાવી. સિરાજ સતત સારી લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરી રહ્યો હતો, જેના કારણે આ વિકેટ મળી. કુલદીપ યાદવે રહેમાનુલ્લાહ ગુરબાઝ (28) ને આઉટ કરીને અફઘાનિસ્તાનને બીજો ફટકો આપ્યો હતો.

VTV ADD

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / 2027 વર્લ્ડ કપ પહેલા BCCIએ ગિલને આપ્યો આ કડક મેસેજ, ક્રિકેટ જગતમાં ચર્ચા જ ચર્ચા

ભારતને ત્રીજી સફળતા ત્યારે મળી જ્યારે વોશિંગ્ટન સુંદરે રહેમત શાહ (23) ને આઉટ કર્યો. રહેમતએ પહેલી ઇનિંગમાં 60 રન બનાવ્યા હતા પરંતુ બીજા ઇનિંગમાં કોઈ છાપ છોડી શક્યો નહીં. વસીમ સુંદરે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (5) ને પણ આઉટ કર્યો. અફઘાનિસ્તાનની પાંચમી વિકેટ 98 રનના સ્કોર પર પડી હતી. સિરાજે સેદીકુલ્લાહ અટલ (42) ને એલબીડબલ્યુ આઉટ કર્યો. ત્યારબાદ અફઘાનિસ્તાને માત્ર 14 રન ઉમેર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Test Match IND vs AFG Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ