બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / INDIA ગઠબંધનની મહાબેઠક પહેલાં રાજકીય ગરમાવો: દિલ્હીમાં કેજરીવાલને મળ્યા મમતા અને અભિષેક બેનર્જી
Last Updated: 12:57 AM, 8 June 2026
દેશની રાજધાની નવી દિલ્હીમાં સોમવારે યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) ની બેઠકના એક દિવસ પહેલાં રવિવારે એક અત્યંત મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસની અંદર ચાલી રહેલા ભારે આંતરિક તણાવ અને વિખવાદની અટકળો વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. અભિષેક બેનર્જી શનિવારે જ દિલ્હી પહોંચી ગયા હતા, જ્યારે મમતા બેનર્જીની સાથે રાજ્યસભાના સભ્ય ડોલા સેન અને લોકસભાના સાંસદ કલ્યાણ બેનર્જી પણ દિલ્હી પ્રવાસે આવ્યા છે.
ADVERTISEMENT
Delhi: AAP National Convenor Arvind Kejriwal meets TMC Chairperson Mamata Banerjee and TMC MP Abhishek Banerjee.
— ANI (@ANI) June 7, 2026
(Source: AITC) pic.twitter.com/i3GmLwmevZ
ADVERTISEMENT
અહેવાલ મુજબ, મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની અરવિંદ કેજરીવાલ સાથેની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ સમયે થઈ રહી છે. પક્ષના આંતરિક સૂત્રોના હવાલાથી એવા આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તૃણમૂલ કૉંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને સાંસદો હવે સંસદની અંદર પણ બળવાખોર વલણ અપનાવી શકે છે.
અગાઉ પશ્ચિમ બંગાળની વિધાનસભામાં જે રાજકીય ડ્રામા થયો હતો, તે જ પ્રકારની સ્થિતિ હવે દિલ્હીમાં સંસદ ભવનમાં પુનરાવર્તિત થવાની સંભાવના છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, તૃણમૂલ કૉંગ્રેસના કુલ 80 ધારાસભ્યોમાંથી આશરે 58 ધારાસભ્યોએ પાર્ટીના સત્તાવાર વિધાનમંડળ પક્ષ સામે બળવો પોકારીને પોતાનું એક અલગ જૂથ બનાવી લીધું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પરાજય બાદ પક્ષના ઘણા નેતાઓએ ખુલ્લેઆમ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની કાર્યશૈલી અને નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે. આ સ્થિતિમાં બાગી સાંસદો આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, જેના કારણે મમતા અને અભિષેકના દિલ્હી પ્રવાસ પર દરેકની નજર ટકેલી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
આ આંતરિક કટોકટી વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે માહિતી આપી છે કે સોમવારે દિલ્હીના પ્રતિષ્ઠિત 'કોન્સ્ટિટ્યુશન ક્લબ' ખાતે યોજાનારી વિપક્ષી ગઠબંધનની બેઠકમાં દેશના 23 રાજકીય પક્ષો ભાગ લેશે. આ મહાબેઠકમાં કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, TMC ના સુપ્રીમો મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તેજસ્વી યાદવ, તેમજ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના તમામ ટોચના વિપક્ષી નેતાઓ એક મંચ પર હાજર રહેશે અને ભવિષ્યની રણનીતિ પર મંથન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.