બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે મળી રાહત, વિવાદિત બ્રિજને તોડી ફરી રસ્તો બનાવાયો
Last Updated: 10:21 PM, 7 June 2026
હાટકેશ્વરના નાગરિકો આખરે 10 વર્ષ બાદ રાહત મળી છે. વિવાદિત એવા ફ્લાય ઓવરબ્રિજને તોડી પાડી ફરી થી રોડ બનાવી દેવામાં આવ્યો છે ..બ્રિજ ના વિવાદ ને કારણે 5 વર્ષ થી વધુ અહીં માં વેપારીઓ અને નાગરિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા.
ADVERTISEMENT

10 વર્ષથી નાગરિકો પરેશાન હતા
ADVERTISEMENT
અમદાવાદ મહાનગરપાલિકા માં ભ્રષ્ટાચાર નું પ્રતીક એવા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડી અને ત્યાર નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. લગભગ 10 વર્ષ અહીંના નાગરિકો પરેશાનીનો સામનો કરતા રહ્યા. ટ્રાફિક નીડ સમસ્યાથી અહીંના લોકો પીડાઈ રહ્યા હતા. બ્રિજ તોડવાનો નિર્ણય કર્યો હોવા છતાં બ્રિજ ને 3 વર્ષ સુધી દૂર ના કરવામાં આવ્યો અને હવે આખરે અહીં બ્રિજ ને તોડી નવો રોડ બનાવામાં આવ્યો છે.

ADVERTISEMENT
ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે
બ્રિજ તોડતા હવે અહીં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. જો કે હજુ પણ અહીંના સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે ફરી અહીં ક્યારેય નવી બ્રિજ ના બનવો જોઈએ. બ્રિજને કારણે 10 વર્ષ સુધી અહીંના નાગરિકો પરેશાન થયા. જે સર્કલ હતું તે સર્કલ જ બને જેથી નાગરિકો પરેશાન ના થાય.
ADVERTISEMENT
રૂ 42 કરોડના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતુ
અમદાવાદ મનપા દ્વારા વર્ષ 2017 માં રૂ 42 કરોડ ના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જો કે બ્રિજ માં ભ્રષ્ટાચાર ને કારણે બ્રિજ 5 વર્ષ ની અંદર જ બંધ કરવો પડ્યો. બ્રિજ અંગે વર્ષ 2023 માં નિર્ણય લેવાયો કે બ્રિજ તોડી પાડવામાં આવશે જો કે આ નિર્ણય બાદ પણ બ્રિજ મામલે કોઈ કાર્યવાહી ના થઈ અને આખરે હવે બ્રીજ ને તોડી પાડવામાં આવ્યો છે અને અહીં સુધી પહેલા જેમ રોડ બનાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: સાવજ યાત્રાળુની બેગ લઈને ભાગ્યો, શેત્રુંજય પર્વત પર બની અનોખી ઘટના, જુઓ વીડિયો
બ્રિજ તોડ્યા બાદ અહીં રોડ બનાવી દેવામાં આવ્યો છે જો કે ટ્રાફિક ની સમસ્યા થી મુક્તિ મળી છે. હાલ મનપા દ્વારા અહીં ફરી ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે કોઈ પ્લાનિંગ નથી જેથી સ્થાનિકો ને સમસ્યા થી રાહત મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.