બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમારા જોખમે જજો! AMCએ ચેતવણી આપી હાથ ખંખેર્યા, 25 અંડરપાસમાં કંઈ થયું તો જવાબદારી નાગરિકોની!
Last Updated: 08:04 PM, 7 June 2026
એક તરફ અમદાવાદ શહેર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓની યજમાની મેળવવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના વરસાદી માળખાકીય સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ચોમાસા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે ચર્ચા વચ્ચે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે.
ADVERTISEMENT
કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર ચેતવણી આપી જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન અંડરપાસ અથવા અંડરબ્રિજમાં પાણી ભરાવાની સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી AMCની રહેશે નહીં. મનપાએ નાગરિકોને જોખમ ન લેવા અને પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર ન થવા અપીલ કરી છે.

ADVERTISEMENT
25 અંડરબ્રિજ ચિંતાનું કેન્દ્ર
શહેરમાં આવેલા અંદાજે 25 અંડરબ્રિજ એવા છે જ્યાં માત્ર એક ઇંચથી વધુ વરસાદ પડતા જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અનેક વખત આખો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડે છે. આવા સંજોગોમાં વાહનચાલકોને અગાઉથી જ સાવચેત રહેવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
પાણી કાઢવામાં કલાકોનો સમય
AMC દ્વારા પાણી ભરાયેલી સ્થિતિમાં પંપિંગ મશીનો મારફતે પાણીનો નિકાલ કરવામાં આવે છે. જોકે, અંડરબ્રિજોમાં ભરાયેલા પાણી દૂર કરવામાં ઘણી વખત બે કલાકથી વધુનો સમય લાગી જાય છે. પરિણામે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે અને હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
વૈકલ્પિક માર્ગો પણ બન્યા પડકાર
ADVERTISEMENT
મનપા તંત્ર દ્વારા વરસાદી સંજોગોમાં ઓવરબ્રિજ અથવા અન્ય માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આવા વૈકલ્પિક માર્ગો લાંબા અને મર્યાદિત ક્ષમતાવાળા હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. નાગરિકોનું માનવું છે કે માત્ર ચેતવણી આપવાને બદલે કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

ADVERTISEMENT
નાગરિકોમાં રોષ
મનપાની આ જાહેરાત બાદ શહેરીજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો દર વર્ષે સમાન સમસ્યા સર્જાતી હોય તો તેના નિવારણ માટે અસરકારક આયોજન કેમ કરવામાં આવતું નથી. શહેરને વૈશ્વિક કક્ષાના ઇવેન્ટ્સ માટે તૈયાર ગણાવતા તંત્ર સામે હવે મૂળભૂત શહેરી સુવિધાઓ અંગે સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ VIDEO: સાવજ યાત્રાળુની બેગ લઈને ભાગ્યો, શેત્રુંજય પર્વત પર બની અનોખી ઘટના, જુઓ વીડિયો
આગામી ચોમાસું AMCની વરસાદી વ્યવસ્થાપન ક્ષમતા માટે એક મહત્વપૂર્ણ કસોટી સાબિત થઈ શકે છે. શહેરવાસીઓ હવે માત્ર ચેતવણીઓ નહીં, પરંતુ અસરકારક અને સ્થાયી ઉકેલોની અપેક્ષા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT