બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ષડયંત્રનો શિકાર ન બન્યો હોત તો હું કોંગ્રેસ અધ્યક્ષ હોત', પુર્વ CM અશોક ગેહલોતનો મોટો દાવો

નેશનલ / 'ષડયંત્રનો શિકાર ન બન્યો હોત તો હું કોંગ્રેસ અધ્યક્ષ હોત', પુર્વ CM અશોક ગેહલોતનો મોટો દાવો

Pravin Joshi

Last Updated: 05:28 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી અને તે સમયે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમ અંગે એક મોટો અને સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.

રાજસ્થાનના રાજકારણના 'જાદુગર' ગણાતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર એ જૂના વિવાદિત પ્રકરણને છેડીને કૉંગ્રેસ સંગઠનમાં નવી ચર્ચા જગાવી દીધી છે. ગેહલોતે એ સમયનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની બિલકુલ નજીક હતા, પરંતુ છેલ્લી ઘડીએ આખી બાજી પલટી ગઈ હતી. ગેહલોતનો દાવો છે કે તેમને પક્ષના સર્વોચ્ચ પદ પર બેસાડવાનો આખરી નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ પક્ષના કેટલાક લોકો દ્વારા રચાયેલા એક મોટા ષડયંત્રના કારણે બધું જ વેરવિખેર થઈ ગયું અને આજે પણ લોકો આ ઘટના પાછળનું અસલી સત્ય જાણતા નથી.

Ashok Gehlot

લોકોમાં ઊભી કરાઈ ખોટી ધારણા: ગેહલોતની સ્પષ્ટતા

કેટલાક વર્ષો પહેલા જ્યારે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારે તત્કાલીન વડા સોનિયા ગાંધી અને કૉંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પક્ષની કમાન સોંપવાનું મન બનાવી લીધું હતું. અશોક ગેહલોત પણ આ જવાબદારી સ્વીકારવા માનસિક રીતે સજ્જ હતા અને તેમણે આ પદને પોતાના માટે ખૂબ જ સન્માનની વાત ગણાવી હતી.

પરંતુ, જેવો આ નિર્ણય સત્તાવાર થવાની અણી પર હતો, ત્યારે જ હાઈકમાન્ડ દ્વારા રાજસ્થાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે નિરીક્ષકોને જયપુર મોકલવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા બાદ રાજસ્થાન કૉંગ્રેસમાં ભારે આંતરિક વિખવાદ અને ધારાસભ્યોનો હોબાળો જોવા મળ્યો હતો. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ આયોજનબદ્ધ સાજિશ કામ કરી રહી હતી.

gehlot.jpg

આ વિવાદ બાદ સમગ્ર દેશમાં એવી હવા ફેલાવી દેવામાં આવી કે અશોક ગેહલોત પોતે જ અધ્યક્ષ બનવા માંગતા નહોતા, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી કરવા તૈયાર નહોતા. દેશની જનતા જ નહીં, પરંતુ ગેહલોતના પોતાના અંગત સમર્થકો અને કૉંગ્રેસના કાર્યકરો પણ આજ દિન સુધી આ જ વાતને સાચી માનતા આવ્યા છે.

"હું કોઈ અણસમજુ નેતા નથી" - ષડયંત્રથી છબીને પહોંચ્યું નુકસાન

અશોક ગેહલોતે હવે આ ધારણાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ અધ્યક્ષ બનવા માટે સંપૂર્ણ તૈયાર હતા અને તેમણે ક્યારેય પીછેહઠ કરી નહોતી. જે કંઈ પણ થયું તે માત્ર ને માત્ર પરિસ્થિતિઓનો દુરુપયોગ અને એક ચોક્કસ કાવતરાનું પરિણામ હતું. આ સાજિશને કારણે રાષ્ટ્રીય સ્તરે તેમની રાજકીય છબીને ભારે નુકસાન પહોંચ્યું હતું અને દેશભરમાં તેમના વિશે નકારાત્મક વાતાવરણ ઊભું થયું હતું.

પોતાના લાંબા રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતા ગેહલોતે કહ્યું કે, "હું કોઈ અભણ કે અજાણ નેતા નથી કે જે પક્ષના આટલા મોટા પદનું મહત્વ ના સમજી શકે." તેમણે કે. કામરાજ, મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કૉંગ્રેસના ઐતિહાસિક દિગ્ગજોના નામ ટાંકીને કહ્યું કે, કૉંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશાથી સર્વોચ્ચ સન્માનનું પ્રતીક રહ્યું છે. આ પદ મેળવવા માટે કોઈ ખાસ પરિવાર કે વિશિષ્ટ પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી. સોનિયા ગાંધી જેવા નેતાએ જ્યારે આ પદ માટે મારી પસંદગી કરી, ત્યારે મારા માટે આ જવાબદારી સ્વીકારવી અત્યંત સ્વાભાવિક અને ગૌરવપૂર્ણ બાબત હતી, પરંતુ કમનસીબે અચાનક બનેલી ઘટનાઓએ આખી તસવીર બદલી નાખી.

આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ

અસલી સત્ય આજે પણ પરદા પાછળ

પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતનું કહેવું છે કે કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના તે હાઈ-ડ્રામા પાછળનું સાચું કારણ અને વાસ્તવિકતા આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. તેઓ સતત મીડિયા અને લોકો સમક્ષ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રણાલીગત રીતે જે ખોટી ધારણા (Perception) લોકોના મગજમાં બેસાડી દેવામાં આવી છે, તેને ભૂંસી નાખવી એટલી સરળ નથી. તેમણે આખરી સૂર પુરાવતા કહ્યું કે, તેઓ પોતાની ઈચ્છાશક્તિના અભાવે કૉંગ્રેસના અધ્યક્ષ બનવાથી વંચિત નથી રહ્યા, પરંતુ તે સમયની બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ અને તેની પાછળ રચાયેલું આંતરિક ષડયંત્ર આ માટે જવાબદાર હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CongressConspiracy RajasthanPolitics AshokGehlot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ