બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ...', કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર કુમાર વિશ્વાસનો કટાક્ષ
Last Updated: 04:04 PM, 7 June 2026
Cockroach Janta Party Protest: કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે કવિ કુમાર વિશ્વાસે હવે સીજેપી પર કટાક્ષ કર્યો છે.
ADVERTISEMENT
કવિ કુમાર વિશ્વાસે શનિવારે (6 જૂન) દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે નૈનિતાલમાં એક કાર્યક્રમ દરમિયાન સીજેપી પર કટાક્ષ કર્યો. નામ લીધા વિના તેમણે YouTuber ધ્રુવ રાઠી અને કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપક પર નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
કુમાર વિશ્વાસે કહ્યું, "મને એ વાતની ખુશી છે કે જ્યારે જર્મનીમાં બેઠેલ એક યુવાન, અમેરિકામાં બેઠેલા બીજા એક યુવાન સાથે મળીને તુર્કી લાઇક્સની મદદથી ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, એ સમયે દેશના યુવાનો દેશના સંસ્કાર બતાવવા માટે ઉભા થયા છે."
ADVERTISEMENT
"કોકરોચ છે, તો તેનો ઈલાજ છે"
અગાઉ કોકરોચ જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે કોકરોચ એવા જીવ હોય છે જે હંમેશા ઘરના અંધારા ખૂણામાં રહે છે અને ઘરની સારી વસ્તુઓને પણ બગાડે છે. કોકરોચ ગંદકીમાં પળ્યા રહે છે અને જ્યાં પણ જાય છે ત્યાં નુકસાન પહોંચાડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેમ લોકો પોતાના ઘરમાં કોકરોચથી છુટકારો મેળવવા માટે દવાનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે દેશમાં કોકરોચ પૈદા થવાનું શરૂ થયુ છે તો તેમને દૂર કરવા માટે હિટ જેવી દવા ઉપલબ્ધ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ / હવે વારાણસી બહાર ખસેડાશે નોનવેઝની દુકાનો... શ્રદ્ધાળુઓને મોટી રાહત
ADVERTISEMENT
સીજેપીએ જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
નોંધનીય છે કે ઓનલાઈન સંગઠનના સ્થાપક અભિજીત દીપક શનિવારે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સેંકડો લોકો જેમાં મોટાભાગે યુવાનો હતા, વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમાંથી ઘણાએ કોકરોચ માસ્ક પહેર્યા હતા અને હાથમાં ફૂલો જોવા મળતા હતા. શાળાના વિદ્યાર્થીઓ પણ તેમના માતાપિતા સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ સ્થળ પર એકઠા થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT