બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં દારૂની મહેફિલ, સફાઈ કર્મચારીનો વીડિયો વાયરલ
Last Updated: 03:56 PM, 7 June 2026
પોરબંદરના કીર્તિ મંદિર સંકુલમાં દારૂની મહેફિલ માણવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં કીર્તિ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં કેટલાક સફાઈ કર્મચારીઓ દારૂની મોજમસ્તી કરતા હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા
આ ઘટનાએ માત્ર કીર્તિ મંદિરની પવિત્રતા અંગે જ નહીં, પરંતુ સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને કીર્તિ મંદિર સંકુલની નજીક પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં સંકળાયેલા વ્યક્તિઓને કાયદાનો કોઈ ભય કેમ ન રહ્યો તે મુદ્દે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT

સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી
ADVERTISEMENT
સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે કીર્તિ મંદિર જેવા સંવેદનશીલ અને ઐતિહાસિક સ્થળે CCTV કેમેરા લાગેલા હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ સમયસર તંત્રના ધ્યાનમાં કેમ આવી નહીં. જો વીડિયો સાચો હોય તો જવાબદાર કર્મચારીઓ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.
ઘટનાનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો પર તપાસનો દબાણ વધ્યો છે. સ્થાનિક નાગરિકો અને ગાંધીવાદી સંગઠનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં CM નિવાસ સ્થાન ખાતે મળી બેઠક, પૂરી થયા બાદ તરત કમલમમાં થયું આ કામ
ADVERTISEMENT
હાલ સત્તાવાર રીતે ઘટનાની પુષ્ટિ અથવા કાર્યવાહી અંગે કોઈ વિગતવાર નિવેદન જાહેર થયું નથી. જોકે, વીડિયો વાયરલ થતાં કીર્તિ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે, જેના જવાબની લોકો રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT