બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકાર ક્યારે જમા કરશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યું છે મોડું, જાણી લેજો અપડેટ
Last Updated: 05:09 PM, 5 June 2026
ભારતના કરોડો પગારદાર કર્મચારીઓ માટે પીએફ એકાઉન્ટ (Provident Fund) એ ભવિષ્યની સુરક્ષાનું સૌથી મોટું માધ્યમ છે. હાલના દિવસોમાં દેશભરના કરોડો ઇપીએફ સભ્યો પોતાના પીએફ ખાતામાં નાણાકીય વર્ષ 2025-26 ના વ્યાજના નાણાં ક્યારે જમા થશે તેની રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે, EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ માર્ચ 2026 માં જ પીએફ પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર આપવાની ભલામણ કરી દીધી હતી. પરંતુ, નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયાના 2 મહિનાથી વધુ સમય બાદ પણ ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજની રકમ દેખાઈ રહી નથી, જેના કારણે સભ્યોમાં ચિંતાનો માહોલ છે. આ ચિંતાઓ વચ્ચે ઇપીએફઓએ સભ્યોને ખાતરી આપી છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ખૂબ જ ટૂંક સમયમાં વ્યાજના નાણાં તમામ સભ્યોના ખાતામાં સત્તાવાર રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા ખાતાધારકો એવું માને છે કે નાણાકીય વર્ષ પૂરું થતાંની સાથે જ ઇપીએફઓ વ્યાજના પૈસા તરત જ ખાતામાં નાખી દે છે, પરંતુ વાસ્તવિક પ્રક્રિયા અલગ છે. માર્ચ મહિનામાં આયોગ દ્વારા વ્યાજ દરની ભલામણ કરાયા બાદ આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયની સત્તાવાર મંજૂરી માટે મોકલવામાં આવે છે.
સરકારની આખરી મંજૂરી અને નોટિફિકેશન જાહેર થયા પછી જ દેશના કરોડો સભ્યોના ખાતાના ડેટાની ક્રોસ-ચેકિંગ કરવામાં આવે છે અને તમામ રેકોર્ડ ડિજિટલી અપડેટ થાય છે. આ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે થોડા મહિનાનો સમય લાગી જતો હોય છે. જો આપણે પાછલા કેટલાક વર્ષોનો ટ્રેન્ડ જોઈએ તો પણ ખ્યાલ આવે છે કે પીએફનું વ્યાજ મોટાભાગે જૂન અથવા જુલાઈ મહિનાની આસપાસ જ ખાતામાં ક્રેડિટ થતું આવ્યું છે. આ વર્ષે પણ આ જ ટેકનિકલ પ્રક્રિયાના કારણે વિલંબ થઈ રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મોટાભાગના પીએફ ખાતાધારકોને એ ડર સતાવી રહ્યો છે કે વ્યાજ મોડું જમા થવાને કારણે તેમને વ્યાજની રકમનું નુકસાન વેઠવું પડશે. પરંતુ ઇપીએફઓના સત્તાવાર નિયમો અનુસાર, વ્યાજ મોડું જમા થવાથી સભ્યોને એક પણ રૂપિયાનું નુકસાન થતું નથી.
વ્યાજની ગણતરી નાણાકીય વર્ષ દરમિયાન ખાતામાં ઉપલબ્ધ માસિક રનિંગ બેલેન્સના આધારે જ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે, ભલે તમારા ઓનલાઈન પાસબુક સ્ટેટમેન્ટમાં વ્યાજની એન્ટ્રી બે કે ત્રણ મહિના પછી દેખાય, પરંતુ તમને પૂરા વર્ષનું વ્યાજ જ ગણીને આપવામાં આવશે. ઇપીએફઓએ અગાઉ પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે વહીવટી વિલંબની અસર ગ્રાહકોને મળવાપાત્ર આખરી રકમ પર ક્યારેય પડતી નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇપીએફ સભ્યો ઘરબેઠા ખૂબ જ સરળતાથી પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ અને વ્યાજ જમા થયું છે કે નહીં તે જાણી શકે છે. તેના માટે નીચે મુજબના 4 રસ્તાઓ ઉપલબ્ધ છે:
UMANG એપ દ્વારા: યૂઝર્સે પ્લેસ્ટોર પરથી ઉમંગ (UMANG) એપ ડાઉનલોડ કરીને લોગઈન કરવાનું રહેશે અને તેમાં EPFO સેક્શનમાં જઈને 'View Passbook' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
EPFO પોર્ટલ દ્વારા: સભ્યો ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર 'Member Passbook' સેવાનો ઉપયોગ કરીને પોતાનો યુએન (UAN) નંબર અને પાસવર્ડ નાખીને બેલેન્સ જોઈ શકે છે.
મિસ કોલ સેવા દ્વારા: તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી માત્ર એક મિસ્ટ કોલ આપીને પણ બેલેન્સ જાણી શકો છો. તેના માટેનો સત્તાવાર નંબર 9966044425 છે.
Sms સેવા દ્વારા: ખાતાધારકો પોતાના રજિસ્ટર્ડ નંબર પરથી 7738299899 પર એસએમએસ (SMS) મોકલીને પણ પીએફ બેલેન્સની ત્વરિત માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચોઃ નેશનલ / Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?
ખાસ નોંધ: જો તમે ઓનલાઈન પાસબુક ઓપન કરો અને તેમાં નીચેની તરફ "Int. Updated up to 31/03/2026" લખેલું જોવા મળે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારા ખાતામાં વર્ષ 2025-26 નું વ્યાજ સફળતાપૂર્વક અપડેટ થઈ ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.