ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / અન્નદાતા આનંદો! રાજ્યમાં આ દિવસથી થશે વાવણી લાયક વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદ આગાહી / અન્નદાતા આનંદો! રાજ્યમાં આ દિવસથી થશે વાવણી લાયક વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Last Updated: 12:35 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Rain Forecast : દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના ભાગરૂપે છૂટાછવાયા વરસાદની શક્યતા, જુઓ લેટેસ્ટ આગાહી

1/8

photoStories-logo

1. અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના ભાગરૂપે છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદથી ગરમીમાં રાહત મળશે અને ખેડૂતોમાં પણ આશા જાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 16થી 20 જૂન વચ્ચે પવન સાથે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 19 અને 20 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 23 જૂન બાદ વરસાદી માહોલ બનવાની સંભાવના

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા 23 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે. જોકે, ચોમાસાની ગતિ પશ્ચિમ કિનારે કેવી રીતે આગળ વધે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મુંબઈમાં વરસાદ બાદ ગુજરાતને મળશે લાભ

આગાહી અનુસાર 26, 27 અને 28 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાની ગતિ મજબૂત બન્યા બાદ તેનો સીધો પ્રભાવ ગુજરાત પર પણ જોવા મળે છે. તેથી મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત ગુજરાત માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. વાવણી લાયક વરસાદની રાહ પૂર્ણ થઈ શકે

ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી મુજબ વરસાદ થાય તો ખરીફ પાકની વાવણીને ગતિ મળી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 12 જુલાઈ બાદ સારા વરસાદની સંભાવના

12 જુલાઈ બાદ સારા વરસાદની સંભાવના અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જુલાઈ પછી હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. ત્યારબાદ 12 જુલાઈથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારા અને વ્યાપક વરસાદની શક્યતા છે. આ સમયગાળો ચોમાસાને મજબૂતી આપનાર સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. અલ નીનો બની શકે ચોમાસા માટે પડકાર

આ વર્ષે અલ નીનોની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં આશરે 1.5 ડિગ્રી વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એલ નીનોની અસર ઓગસ્ટ મહિનાથી વધુ સ્પષ્ટ થઈ શકે છે અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી તેનો પ્રભાવ યથાવત રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. વરસાદની પેટર્નમાં થઈ શકે મોટો ફેરફાર

એલ નીનોના કારણે આ વર્ષે ચોમાસાની સામાન્ય પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદી વિરામ પણ જોવા મળી શકે છે. એટલે કે સમગ્ર રાજ્યમાં વરસાદનું વિતરણ સમાન રહે તેવી શક્યતા ઓછી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Rain Forecast Monsoon Forecast Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ