ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિલ્હીમાં AQI વધતાં 50% સ્ટાફને Work From Home, સ્કૂલો હાઇબ્રિડ મોડમાં, પ્રદૂષણના સ્તર પ્રમાણે લાગુ થશે નવા GRAP નિયમો
Last Updated: 08:08 AM, 30 September 2026
ADVERTISEMENT
દિલ્હી-NCRમાં શિયાળો શરૂ થતાં જ હવાની ગુણવત્તા ખરાબ થવાની ચિંતા વધી છે. પ્રદૂષણ વધે ત્યારે AQIના સ્તર પ્રમાણે નવા GRAP નિયમો હેઠળ WFH અને સ્કૂલોમાં હાઇબ્રિડ મોડ જેવા પગલાં લાગુ થઈ શકે છે.નવા GRAPનો હેતુ પ્રદૂષણ ગંભીર બન્યા પછી અચાનક પગલાં લેવાને બદલે AQIના અલગ-અલગ સ્તરે અગાઉથી નક્કી કરાયેલા ઉપાયો તબક્કાવાર લાગુ કરવાનો છે. એટલે કે દિલ્હીમાં હવાની ગુણવત્તા જેટલી ખરાબ થશે, તેટલી વધુ કડકાઈ લાગુ થશે.
ADVERTISEMENT
AQI 201થી 300 વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં ગણાશે. આ સ્થિતિમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે શરૂઆતના સ્તરના પ્રતિબંધો લાગુ થશે.
ADVERTISEMENT
AQI 301થી 400 વચ્ચે પહોંચે ત્યારે હવાની ગુણવત્તા 'ખૂબ ખરાબ' ગણાશે. સ્ટેજ-1ની સરખામણીએ વધુ કડક પગલાં લેવામાં આવશે. વાહનો, ધૂળ અને બાંધકામની પ્રવૃત્તિઓ પર વધારાના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
AQI 401થી 450 વચ્ચે પહોંચે ત્યારે હવા 'ગંભીર' શ્રેણીમાં ગણાશે. આ તબક્કામાં બાંધકામ સહિત પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર વધુ કડક પ્રતિબંધો લાગુ થશે.
ADVERTISEMENT
AQI 450થી ઉપર પહોંચે ત્યારે 'ગંભીર પ્લસ' સ્થિતિ ગણાશે. આ દરમિયાન દિલ્હી-NCRમાં GRAP હેઠળ સૌથી વધુ પ્રતિબંધો લાગુ થશે.
ADVERTISEMENT
CAQMના સુધારેલા GRAPમાં કુલ 48 એક્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે. તેમાં સ્ટેજ-1માં 25, સ્ટેજ-2માં 8, સ્ટેજ-3માં 10 અને સ્ટેજ-4માં 5 પ્રકારની કાર્યવાહી સામેલ છે. દરેક સ્ટેજ માટે સામાન્ય લોકો માટે Citizen Charter પણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રદૂષણના અલગ-અલગ સ્તરે શું કરવું અને કઈ બાબતોથી બચવું તેની માહિતી આપવામાં આવી છે.
ADVERTISEMENT

પ્રદૂષણ વધે ત્યારે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે પાર્કિંગ ફી વધારવાની જોગવાઈ પણ GRAPમાં છે. ગંભીર તબક્કામાં રજિસ્ટર્ડ પાર્કિંગ સ્થળો પર પાર્કિંગ ચાર્જ વધારી શકાય છે. તેનો હેતુ લોકોને ખાનગી વાહનોની જગ્યાએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

પ્રદૂષણની સ્થિતિ ગંભીર બનશે ત્યારે દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં ધોરણ 5 સુધીના બાળકો માટે હાઇબ્રિડ અભ્યાસનો વિકલ્પ લાગુ થઈ શકે છે. એટલે બાળકો જરૂરિયાત મુજબ સ્કૂલમાં જઈને અથવા ઓનલાઇન અભ્યાસ કરી શકશે.જો AQI 450ને પાર જાય અને સ્ટેજ-4 લાગુ થાય તો ધોરણ 6થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે પણ હાઇબ્રિડ ક્લાસનો વિકલ્પ લાગુ થઈ શકે છે.
પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બનશે ત્યારે સરકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચલાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બાકીના કર્મચારીઓને Work From Home આપવામાં આવી શકે છે. તેનો હેતુ રસ્તા પર ખાનગી અને કોમર્શિયલ વાહનોની સંખ્યા ઘટાડવાનો છે.

સ્ટેજ-4માં દિલ્હી શહેરમાં ટ્રકોની એન્ટ્રી પર કડક રોક લાગશે. નિર્ધારિત કેટેગરીના સ્વચ્છ ઇંધણવાળા અને BS-6 ધોરણવાળા વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. BS-4 અને તેનાથી જૂના ડીઝલવાળા ભારે માલવાહક વાહનો પર પણ કડક કાર્યવાહી થશે. બાંધકામ અને તોડફોડના કામો પર સ્ટેજ-3 કરતાં પણ વધુ પ્રતિબંધો લાગશે.
સુધારેલા GRAPમાં સ્ટેજ-3 દરમિયાન કેટલાક જરૂરી જાહેર કામોને રાહત આપવામાં આવી છે. રસ્તાના ખાડા પૂરવા અને જરૂરી મરામત જેવા કામો નક્કી કરાયેલા નિયમો અને પ્રદૂષણ નિયંત્રણના પગલાં સાથે ચાલુ રાખી શકાશે.
CAQMએ 10 સપ્ટેમ્બરે જાહેર કરેલી એડવાઇઝરીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં NCRમાં નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન યોજાનારી ફિઝિકલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની તારીખો હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને બદલવાની સલાહ આપવામાં આવી હતી. ખાસ કરીને સ્કૂલના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રમતગમતના કાર્યક્રમોની તારીખ નક્કી કરતી વખતે પ્રદૂષણની સ્થિતિ પર નજર રાખવા જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ