ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વેળાસર ચેતજો! ગુજરાતમાં 40 વર્ષથી ઓછી વયના લોકોમાં આ જીવલેણ બીમારીનું પ્રમાણ વધ્યું

એલર્ટ / વેળાસર ચેતજો! ગુજરાતમાં 40 વર્ષથી ઓછી વયના લોકોમાં આ જીવલેણ બીમારીનું પ્રમાણ વધ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 11:20 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 40 વર્ષથી ઓછી વયના લોકોમાં એક ઘાતક બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આવા લોકોએ હવે ચેતી જવાની જરુર છે.

ADVERTISEMENT

ગુજરાતમાં 40 વર્ષથી ઓછી વયના લોકોમાં હૃદયરોગની ઇમરજન્સીના 30% કેસ નોંધાયા છે. વિશ્વ હૃદય દિવસના દિવસે યુવાનોમાં હૃદયરોગ અંગે અભ્યાસના મોટા તારણો સામે આવ્યાં છે. 2026માં અત્યાર સુધી 108એ હૃદયરોગની ઇમરજન્સીના 71,088 દર્દીઓને સેવા આપી છે. 108 કોલ્સના વિશ્લેષણમાં દર 10માંથી 3 દર્દી 40 વર્ષ કે તેથી ઓછી વયના છે.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં 30 વર્ષ સુધી હાર્ટએટેકનો અભ્યાસ

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં 30 વર્ષ સુધીના હાર્ટ એટેક દર્દીઓ પર અભ્યાસ કરાયો હતો અને તેને આધારે આ તારણો કાઢવામાં આવ્યાં હતા. હાર્ટ એટેકના 53% દર્દીઓમાં કોઈને કોઈ પ્રકારના તમાકુ સેવનનો ઇતિહાસ રહ્યો હતો જ્યારે 51% દર્દીઓ દિવસમાં 30 મિનિટથી પણ ઓછી કસરત કરતા હતા. 49% દર્દીઓ બહારનું ખાવાનું અથવા અનિયમિત સમયે જમતા હતા તથા 28% દર્દીઓએ માનસિક તણાવ હોવાની માહિતી આપી

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્રદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે.

વધુ વાંચો : અમદાવાદમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

હાર્ટ એટેકેથી મોતની ઘટનાઓ વધી

હ્રદય રોગના હુમલાની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ કોઈને કોઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે, તો કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

deadly disease heart attack heart attack news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ