ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : રાજકોટમાં જૂની અદાવતનો બદલો લેવા માલિકે યુવક પર છોડી મૂક્યો શ્વાન, માલિકે પણ કર્યો હુમલો

ક્રાઈમ / VIDEO : રાજકોટમાં જૂની અદાવતનો બદલો લેવા માલિકે યુવક પર છોડી મૂક્યો શ્વાન, માલિકે પણ કર્યો હુમલો

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 04:32 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એક યુવક પર શ્વાન અને તેના માલિક સાથે મળીને હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં બદલો લેવા શ્વાનથી હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

મોવડી વિસ્તારમાં આવેલ અમરનગરમાં એક યુવક પર શ્વાન અને તેના માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સામાન્ય બોલાચાલી કે અદાવતમાં માલિકે શ્વાનને ઉશ્કેરીને તેના પર હુમલો કરાવ્યો હતો.

લોહીલુહાણ યુવક હોસ્પિટલમાં દાખલ

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં માલિક શ્વાન પાસે હુમલો કરાવતો દ્રશ્યમાન થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયો ધ્યાન પર આવતાં જ માલવિયા પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી છે. પોલીસે વીડિયો ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ શ્વાન માલિક વિરૂદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ