ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અલનીનોને કારણે વરસાદની પેટર્ન બગડવાની શક્યતા, ઘઉં-સરસવ સહિત રવિ પાક પર અસરની ચિંતા, સરકાર પણ આ સીઝનને લઈને એલર્ટ

El Nino Prediction / અલનીનોને કારણે વરસાદની પેટર્ન બગડવાની શક્યતા, ઘઉં-સરસવ સહિત રવિ પાક પર અસરની ચિંતા, સરકાર પણ આ સીઝનને લઈને એલર્ટ

Published By: Nirav Kumar

Last Updated: 04:42 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ નીનોની અસરથી જમીનમાં ભેજની અછત અને વધતા તાપમાનને કારણે ઘઉં, કઠોળ અને તેલીબિયાં જેવા રવિ પાકોના વાવેતર તથા ઉત્પાદન સામે ગંભીર ખતરો ઊભો થયો છે.

ADVERTISEMENT

હવામાનની વધતી અનિયમિતતા અને અલ-નીનોની અસરો હવે માત્ર ચોમાસા કે ખરીફ પાક પૂરતી સીમિત નથી રહી પરંતુ આગામી શિયાળુ એટલે કે રવિ પાકની સીઝન પર પણ ગંભીર જોખમ ઊભું કરી રહી છે. જેમાં ચોમાસા દરમિયાન દેશના અમુક વિસ્તારોમાં અનિશ્ચિત વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે. જે ઓક્ટોબરથી શરૂ થતી રવિ વાવણી માટે ચિંતાનો વિષય બન્યું છે.

કયા પાકો પર થશે સૌથી વધુ અસર?

અલનીનોના કારણે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની અને વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાને પગલે મુખ્ય રવિ પાકો પ્રભાવિત થઈ શકે છે. જેમાંઘઉં રવિ સીઝનનો આ મુખ્ય પાક છે. ઘઉંના દાણા ભરાવાના તબક્કે જો તાપમાન વધી જાય કે જમીનમાં ભેજ ઓછો હોય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે.

આ સિવાય કઠોળમાં ચણા, મઠ અને તુવેર જેવા પાક માટે શરૂઆતી તબક્કામાં પૂરતો ભેજ જરૂરી હોય છે. જેના અભાવે વાવેતર વિસ્તાર ઘટી શકે છે. તથા રાઈ અને સરસવ જેવા તેલીબિયાંના પાકની વાવણી પર પણ શુષ્ક હવામાનની વિપરીત અસર પડવાની આશંકા છે.

રવિ વાવેતરના આંકડા અને ઉત્પાદન સંકટ

દેશમાં દર વર્ષે રવિ સીઝન દરમિયાન આશરે 638 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાંથી 300 લાખ હેક્ટરથી વધુ ઘઉં, 140 લાખ હેક્ટર કઠોળ, 87 લાખ હેક્ટર તેલીબિયાં અને 55 લાખ હેક્ટર બાજરી, જુવાર વગેરેનો સમાવેશ થાય છે. જો વાવણીના સમયે જ પાણી અને ભેજની અછત રહેશે તો દેશના કુલ ઉત્પાદન પર ખરાબ અસર પડી શકે છે.

બજાર અને ભાવ પર જોવા મળતી અસર

પાક ઉત્પાદન ઘટવાની આશંકાથી અત્યારથી જ બજારમાં ચિંતાનો માહોલ છે. જેમાં ઘઉંના પુરવઠામાં ઘટાડો થવાના ડરે વેપારીઓ અને ખેડૂતો સ્ટોક જાળવી રહ્યા છે. જેના કારણે માર્કેટમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 150થી 200 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

વધુ વાંચો : આજથી શરૂ થનારી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી, હવે બેંકો રાબેતા મુજબ ખુલશે

સરકારી યોજના અને ખેડૂતો માટે ઉપાયો

આ પરિસ્થિતિને પહોંચી વળવા કૃષિ મંત્રાલય અને હવામાન વિભાગે દેશના સંવેદનશીલ જિલ્લાઓ માટે કટોકટી યોજન તૈયાર કરી છે. જેમાં ખેડૂતોને પાણીના બગાડ વગર સીંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવા તેમજ ઓછા પાણીમાં તૈયાર થતાં અને ગરમી સહન કરી શકે તેવા બિયારણો પસંદ કરવા સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

monsoon crop season El Nino

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ