ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં મોટી ઘટાડા સાથે કારોબાર, સેન્સેક્સ 1,124 અંક ગગડ્યો, નિફ્ટીમાં 1.56%નો ઘટાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યાં

Stock Market Crash / શેરબજારમાં મોટી ઘટાડા સાથે કારોબાર, સેન્સેક્સ 1,124 અંક ગગડ્યો, નિફ્ટીમાં 1.56%નો ઘટાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યાં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:16 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Closing Today: ઘરેલુ શેરબજારમાં આજે ઉથલપાથલ જોવા મળી છે. નિફ્ટી 1.56 ટકા એટલે કે 360.25 પોઈન્ટ ઘટીને 22780.25 પોઈન્ટ પર બંધ થયો.

ADVERTISEMENT

Stock Market Closing Today: ઘરેલુ શેરબજારમાં આજે ઉથલપાથલ જોવા મળી છે. નિફ્ટી 1.56 ટકા એટલે કે 360.25 પોઈન્ટ ઘટીને 22780.25 પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સ 1.52 ટકા એટલે કે 1124 પોઈન્ટ ઘટીને 72771.72 પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સનો ઈન્ટ્રા લો લેવલ 72,716.23 પોઈન્ટ રહ્યો છે.

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ફક્ત ઈન્ફોસિસના શેરમાં જ વધારો જોવા મળ્યો છે. એલટી, પાવરગ્રીડ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, એસબીઆઈના શેરમાં આજે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ટાઇટન, ઇન્ડિગોના શેરમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.

શેરબજાર લાઇવ અપડેટ્સ બપોરે ૨.૩૦ વાગ્યે: ​​સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 30 સંવેદનશીલ સૂચકાંકો ધરાવતો સેન્સેક્સ બપોરે 2:30 વાગ્યે 1.57 ટકા એટલે કે 1161.95 પોઈન્ટ ઘટીને 72733.84 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. દરમિયાન નિફ્ટી 1.45 ટકા એટલે કે 336.70 પોઈન્ટ ઘટીને 22803 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Stock Market / રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેંસેક્સ 950 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23000ની નીચે

સેન્સેક્સ આઉટલુક

નિષ્ણાતોના મતે સેન્સેક્સ હાલમાં મંદી તરફ વલણ ધરાવે છે. મુખ્ય સપોર્ટ ઝોન 73,200 થી 73,450 છે. જો ખરીદી 74,000 થી ઉપર ચાલુ રહે છે, તો સેન્સેક્સ 74,200 થી 74,500 સુધી વધી શકે છે. જોકે જો સપોર્ટ ઝોન તૂટી જાય છે, તો વેચાણ દબાણ વધી શકે છે. વેપારીઓએ 73,500 થી 74,000 ની રેન્જ અને ઓપન ઇન્ટરેસ્ટમાં ફેરફાર પર નજર રાખવી જોઈએ.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Crash Today Stock Market Closing Today Stock Market Crash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ