ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નશા સામે બોલિવૂડ સ્ટાઇલમાં જંગ! ભારતમાં લોન્ચ થયું પહેલું Anti-Addiction રેપ સોંગ

નશા મુક્તિ / નશા સામે બોલિવૂડ સ્ટાઇલમાં જંગ! ભારતમાં લોન્ચ થયું પહેલું Anti-Addiction રેપ સોંગ

Published By: Vishal Khamar

Last Updated: 03:50 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમીર શુક્લા દ્વારા તૈયાર કરાયેલું હાઇ-એનર્જી બોલિવૂડ-સ્ટાઇલ એન્ટિ-એડિક્શન રેપ ગીત Gen-Z યુવાનોને ફિટનેસ, સકારાત્મકતા, ભારતીય સંસ્કૃતિ અને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરે છે.

ADVERTISEMENT

આજના યુવાનોમાં નશાની લત સામે જાગૃતિ ફેલાવવા અને નવી પેઢીને સ્વાસ્થ્ય, ફિટનેસ, સકારાત્મકતા તથા ભારતીય સંસ્કૃતિ તરફ પ્રેરિત કરવાના હેતુથી એક અનોખી સંગીતમય પહેલ કરવામાં આવી છે. Gen-Zની સંગીત પસંદગીને ધ્યાનમાં રાખીને બોલિવૂડ-સ્ટાઇલ રેપ અને હિપ-હોપ ફોર્મેટમાં એન્ટિ-એડિક્શન ગીત તૈયાર કરવામાં આવ્યું છે.

આ પહેલની વિશેષતા એ છે કે આ ગીત કોઈ મોટી મ્યુઝિક કંપની કે સેલિબ્રિટી દ્વારા નહીં, પરંતુ એક સામાન્ય નાગરિક સમીર શુક્લા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 50 વર્ષની ઉંમરે પણ શિસ્તબદ્ધ જીવનશૈલી અને નશામુક્ત જીવનના સંદેશ સાથે તેઓ યુવાનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સંગીતના માધ્યમથી યુવાનો સાથે સંવાદ

સમીર શુક્લાના જણાવ્યા મુજબ, આજની પેઢી સુધી માત્ર પરંપરાગત જાગૃતિ સંદેશાઓ પહોંચાડવા કરતાં તેમની પસંદગીના સંગીત અને ભાષાના માધ્યમથી સંવાદ કરવો વધુ અસરકારક બની શકે છે. આ વિચાર સાથે ગીતમાં હાઇ-એનર્જી રેપ અને હિપ-હોપની રજૂઆત સાથે ફિટનેસ, સકારાત્મક વિચારસરણી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા સંદેશને સ્થાન આપવામાં આવ્યું છે.

તેમનો ઉદ્દેશ માત્ર નશાના નુકસાન અંગે વાત કરવાનો નથી, પરંતુ યુવાનોને તેના વિકલ્પ તરીકે સ્વસ્થ જીવનશૈલી, કસરત, શિસ્ત અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો છે.

પોતાના જીવનના સંસ્કારોને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ

આ પહેલ પાછળનો વિચાર સમીર શુક્લાના પોતાના જીવન સાથે પણ જોડાયેલો છે. તેઓ જણાવે છે કે તેમણે પોતાની જીવનશૈલીમાં શિસ્ત, સંસ્કાર અને નશામુક્ત ટેવોને મહત્વ આપ્યું છે અને પોતાના બાળકોમાં પણ આ જ મૂલ્યો વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.

હવે પોતાના જીવનમાં અપનાવેલા આ મૂલ્યોને સંગીતના માધ્યમથી વ્યાપક સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રશંસાનો દાવો

આ સામાજિક પહેલને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી પ્રશંસા મળી હોવાનું આયોજક તરફથી જણાવાયું છે. આયોજકના જણાવ્યા અનુસાર, યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ વધારવાના આ પ્રયાસને વધુ વેગ આપવા માટે ગૃહમંત્રી તરફથી માર્ગદર્શન અને આશીર્વાદ આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

સરકારી જાગૃતિ અભિયાનમાં મફત ઉપયોગની ઓફર

સમીર શુક્લા દ્વારા આ ગીતને સરકારી નશામુક્તિ અને જનજાગૃતિ કાર્યક્રમોમાં મફત ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તેમાં નશામુક્તિ સંબંધિત સરકારી અભિયાન, સોશિયલ મીડિયા કેમ્પેઇન, જાગૃતિ કાર્યક્રમો અને ગ્રાઉન્ડ-લેવલ આઉટરીચનો સમાવેશ થાય છે.

તેમનો સંદેશ સ્પષ્ટ છે: “જો આપણે યુવાનોને નશાથી દૂર રાખવા માંગતા હોઈએ, તો આપણે તેમની જ ભાષા અને સંગીતના માધ્યમથી વાતચીત કરવી પડશે.”

એક વ્યક્તિ, અનેક જવાબદારીઓ

આ ગીતના નિર્માણમાં સમીર શુક્લાએ વિવિધ જવાબદારીઓ પોતે જ સંભાળી છે.

ગીત બનાવનાર: સમીર શુક્લા

પ્રોડ્યુસર: સમીર શુક્લા

લેખક: સમીર શુક્લા

ગાયક: સમીર શુક્લા

એડિટર: સમીર શુક્લા

આ પહેલનો મુખ્ય સંદેશ એ છે કે નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ માત્ર સરકારી અથવા સંસ્થાકીય સ્તરે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો પણ પોતાના સ્તરે શરૂ કરી શકે છે. સંગીત અને યુવાનોની લોકપ્રિય સંસ્કૃતિનો ઉપયોગ કરીને નશામુક્તિનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ એક અલગ પ્રકારની જનજાગૃતિ પહેલ તરીકે સામે આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anti-addiction song India Drug-free India song Bollywood anti-drug rap

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ