ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / લગ્નના 4 દિવસ પહેલાં જ દુલ્હનનું મોત, એરલાઈને ટિકિટની રકમ પરત આપવાનો ઇનકાર કર્યો, ગ્રાહક ફોરમે લગાવી ફટકાર

વડોદરા / લગ્નના 4 દિવસ પહેલાં જ દુલ્હનનું મોત, એરલાઈને ટિકિટની રકમ પરત આપવાનો ઇનકાર કર્યો, ગ્રાહક ફોરમે લગાવી ફટકાર

Published By: Vishal Khamar

Last Updated: 04:35 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ગ્રાહક ફોરમે SpiceJetને ટિકિટમાંથી કપાયેલી ₹21,014ની રકમ 8% વ્યાજ સાથે પરત કરવા અને માનસિક યાતના તથા કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો.

ADVERTISEMENT

પુત્રીનાં લગ્નના રિસેપ્શનમાં હાજરી આપવા વારાણસી જવા નીકળેલા એક પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નના માત્ર ચાર દિવસ પહેલાં પુત્રીનું મોત થતાં પરિવારે મુસાફરી રદ કરવી પડી હતી. હવે ઘટનાનાં લગભગ ચાર વર્ષ બાદ ગ્રાહક ફોરમે સ્પાઈસજેટને ટિકિટના ભાડામાંથી કપાયેલી સંપૂર્ણ રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે. ફોરમે એરલાઈનને કપાયેલી રૂ. ૨૧,૦૧૪ની રકમ આઠ ટકા વ્યાજ સાથે પરત કરવા ઉપરાંત માનસિક યાતના બદલ રૂ. ૨,૦૦૦ અને કાનૂની કાર્યવાહી પાછળના ખર્ચ પેટે રૂ. ૧,૦૦૦ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા નરહર હલ્બેએ જાન્યુઆરી- ૨૦૨૨માં તેમની પુત્રી સમૃદ્ધિનાં લગ્નના રિસેપ્શનમાં હાજરી આપવા માટે અમદાવાદથી વારાણસી જવા-આવવાની ચાર ટિકિટ સ્પાઈસજેટમાં બુક કરાવી હતી. આ ટિકિટ માટે તેમણે ટ્રાવેલ એજન્ટ મારફતે રૂ. ૩૦,૩૫૮ ચૂકવ્યા હતા.

જોકે લગ્નના ચાર દિવસ પહેલાં જ સમૃદ્ધિનું મોત થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે પરિવારે વારાણસીની મુસાફરી રદ કરી હતી. હલ્બેએ એરલાઈનનો સંપર્ક કરીને સમગ્ર રકમ પરત માગી હતી અને તેના માટે પુત્રીના મોતની દુઃખદ પરિસ્થિતિનો હવાલો આપ્યો હતો.

પરંતુ એરલાઈને સંપૂર્ણ રિફંડ આપવાનો ઈનકાર કર્યો હતો. તેના બદલે ફરિયાદી પક્ષના પ્રથમ રક્તસંબંધમાં આવતા પરિવારના સભ્યોને ટ્રાવેલ વાઉચર આપવાની ઓફર કરવામાં આવી હતી, જોકે હલ્બેના ભા‌િવ જમાઈને વાઉચર આપવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો હતો અને એરલાઈને જણાવ્યું હતું કે તેઓ આ કેટેગરીમાં આવતા નથી.

હલ્બેએ મુસાફરીની નિર્ધારિત તારીખના આશરે ૧૦ દિવસ પહેલાં એરલાઈનને ઈ-મેઈલ કર્યો હતો. ત્યાર બાદ તેમણે એરલાઈને માગેલા મૃત્યુ પ્રમાણપત્ર સહિતના અન્ય દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. તેમ છતાં એરલાઈન સંપૂર્ણ રિફંડ આપવા સંમત થઈ નહોતી.

આખરે ટ્રાવેલ એજન્ટે ચૂકવાયેલી રૂ. ૩૦,૩૫૮માંથી માત્ર રૂ. ૯,૩૪૪ પરત કર્યા હતા. હલ્બે તરફથી કેસ લડનારા વકીલ રિંકલ શાહે આ માહિતી આપી હતી.

ત્યાર બાદ હલ્બેએ ઓગસ્ટ-૨૦૨૨માં એનજીઓ જાગૃત નાગરિક મારફતે વડોદરા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ કમિશન (એડિશનલ) સમક્ષ સ્પાઈસજેટ અને ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

‘ટિકિટ રદ કરવાના નિયમો મુજબ જ રિફંડ આપ્યું’: એરલાઈનની દલીલ

એરલાઈને દલીલ કરી હતી કે રિફંડ ટિકિટ રદ કરવાના નિયમો અનુસાર આપવામાં આવ્યું હતું અને માનવતાના ધોરણે સંપૂર્ણ કિંમતનાં ટ્રાવેલ વાઉચર આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. એરલાઈને એવો પણ દાવો કર્યો હતો કે રિફંડની રકમ લાગુ પડતાં કેન્સલેશન ચાર્જની કપાત કર્યા બાદ ચૂકવવામાં આવી હતી.

જોકે કમિશને નોંધ્યું હતું કે ટિકિટની રકમમાંથી રૂ. ૨૧,૦૧૪ની કપાત કરવામાં આવી હતી, પરંતુ એરલાઈને આ કપાત કઈ જોગવાઈ હેઠળ કરવામાં આવી તે સ્પષ્ટ કર્યું નહોતું એટલું જ નહીં, કપાત માટે કોઈ યોગ્ય કારણ કે વાજબી સમજૂતી પણ આપવામાં આવી નહોતી.

કમિશને માન્યું હતું કે આ પ્રકારની સમજૂતી વિના કરવામાં આવેલી કપાત અન્યાયી વેપારપ્રથાને સમાન છે.

આ પણ વાંચોઃ નશા સામે બોલિવૂડ સ્ટાઇલમાં જંગ! ભારતમાં લોન્ચ થયું પહેલું Anti-Addiction રેપ સોંગ

કમિશને સ્પાઈસજેટને હલ્બેને કપાયેલી રૂ. ૨૧,૦૧૪ની રકમ આઠ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત એરલાઈનને માનસિક યાતના બદલ રૂ. ૨,૦૦૦ અને કાનૂની કાર્યવાહી પાછળના ખર્ચ પેટે રૂ. ૧,૦૦૦ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. ટ્રાવેલ એજન્ટ સામેની ફરિયાદ જોકે ફગાવી દેવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara consumer forum SpiceJet refund SpiceJet cancellation charges

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ