ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં આલ્ફા હાઈસ્કૂલ નજીક યુવતીની જાહેરમાં છેડતી, બાઈક સવારે હાથ પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો
Last Updated: 05:00 PM, 28 September 2026
ADVERTISEMENT
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આલ્ફા હાઈસ્કૂલ નજીક યુવતીની જાહેરમાં છેડતીના બનાવે ચકચાર મચાવી છે. યુવતી ચાલીને જઈ રહી હતી ત્યારે મોટરસાયકલ પર આવેલા શખ્સે યુવતીનો હાથ પકડી તેને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતાને પગલે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલા અંદાજે 75 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી મોટરસાયકલને ટ્રેસ કરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે છેડતીના આરોપી કિશન ધામેચાની ધરપકડ કરી છે. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જાહેરમાં છેડતીનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આલ્ફા હાઈસ્કૂલ નજીક યુવતી સાથે જાહેરમાં છેડતીનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. યુવતી પગપાળા પસાર થઈ રહી હતી તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા શખ્સે રસ્તામાં મોટરસાયકલ ઉભી રાખી હતી અને ગાડી પરથી નીચે ઉતરી યુવતીનો હાથ પકડી તેને દૂર ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સામે આવી હતી.જાહેર રસ્તા પર બનેલા આ બનાવથી યુવતી ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ યુવતીએ પોલીસનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
પોલીસ તપાસ દરમિયાન આરોપી સુધી પહોંચવા માટે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે 75 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.CCTV ફૂટેજના આધારે પોલીસને શંકાસ્પદ મોટરસાયકલ અંગે મહત્વની કડી મળી હતી. પોલીસે મોટરસાયકલને ટ્રેસ કરી તેના આધારે તપાસ આગળ ધપાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે છેડતીના આરોપી કિશન ધામેચાને ઝડપી લીધો હતો.આરોપીની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી હતી. પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનાસ્થળે આરોપીએ કઈ રીતે યુવતીનો પીછો કર્યો, મોટરસાયકલ ક્યાં ઉભી રાખી અને યુવતી સાથે કઈ રીતે હરકત કરી હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાક્રમની વિગતો એકત્રિત કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આરોપી પ્રોહિબિશનનો પણ ગુનેગાર
ADVERTISEMENT
પોલીસ તપાસમાં આરોપી કિશન ધામેચા સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે છેડતીના બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.જાહેર સ્થળે યુવતી સાથે બનેલા આ બનાવ બાદ પોલીસે મહિલાઓ અને યુવતીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની છેડતી, હેરાનગતિ કે સતામણીનો બનાવ બને તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ઘટનાની જાણ કરવી. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેતા આ સમગ્ર કેસમાં ઝડપી પોલીસ કાર્યવાહી સામે આવી છે. હવે પોલીસ દ્વારા કેસના અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT