ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ભારત-મ્યાનમાર સરહદ નજીક આસામ રાઇફલ્સની ટીમ પર આતંકવાદીઓનો હુમલો, એક સૈનિક શહીદ; ચાર ઘાયલ
Last Updated: 04:13 PM, 29 September 2026
ADVERTISEMENT
ભારત-મ્યાનમાર સરહદ નજીક અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં એક દુઃખદ અને ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે. મંગળવારની સવારે અંદાજે 6:30 વાગ્યા આસપાસ નામપોંગ નાળા નજીક 21 આસામ રાઇફલ્સની પેટ્રોલીંગ ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં 42 વર્ષીય હવાલદાર જાંખોકાઈ કૂકી દેશ માટે શહીદ થયા છે, જ્યારે અન્ય 4 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના એ સમયે બની જ્યારે આસામ રાઇફલ્સના જવાનો ભારત-મ્યાનમાર સરહદ પર ચાલી રહેલા ફેન્સિંગ (તારની વાડ) ના કામકાજ વિસ્તારમાં નિયમિત ગશ્ત કરી રહ્યા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક તપાસ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન NSCN (K-YA) નો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આસામ રાઇફલ્સ અથવા સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી હુમલાખોરોની સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટના બાદ તુરંત જ વધારાની સુરક્ષા ટુકડીઓ સ્થળ પર મોકલીને સમગ્ર વિસ્તારમાં ઉગ્રવાદીઓને શોધી કાઢવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ચાંગલાંગના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ કિર્લી પાડુએ બનાવની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળેથી તમામ જરૂરી પુરાવા અને વિગતો એકત્ર કરવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ભારત-મ્યાનમાર સીમાડે આવેલો ચાંગલાંગ જિલ્લો ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદેસર અવરજવરને કારણે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ અગાઉ મણિપુરમાં પણ સુરક્ષાબળો સામે હિંસક વિરોધ જોવા મળ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા એક સર્ચ ઓપરેશન બાદ હિંસક ટોળાએ આસામ રાઇફલ્સના કેમ્પ પર પથરાવ કરી તોડફોડ કરી હતી અને સુરક્ષા દળોના 3 વાહનોને આગને હવાલે કરી દીધા હતા. પૂર્વોત્તરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બનતાં સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ