ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 1 ઓક્ટોબરથી સબસિડીવાળો LPG સિલિન્ડર બુક કરવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, જાણો શું બદલાશે

photo-story

5 ફોટો ગેલેરી

LPG Cylinder Booking Rule / 1 ઓક્ટોબરથી સબસિડીવાળો LPG સિલિન્ડર બુક કરવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, જાણો શું બદલાશે

Last Updated: 03:32 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1લી ઓક્ટોબરથી LPG સબસિડીના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે જણાવ્યું છે કે જો તમે સબસિડી મેળવવા માંગતા હોવ, તો 1લી ઓક્ટોબર પહેલાં આધાર અથેંટિકેશન બહુ જરુરી છે.

1/5

photoStories-logo

1. LPG અંગે એક મોટો ફેરફાર

1લી ઓક્ટોબરથી LPG અંગે એક મોટો ફેરફાર અમલમાં આવવા જઈ રહ્યો છે, જે તમારી સબસિડી પર અસર કરી શકે છે. સરકારે જાહેરાત કરી છે કે નિયંત્રિત છૂટક ભાવે LPG રિફિલ બુક કરાવવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) પૂર્ણ કરવું આવશ્યક છે. જો આ જરૂરિયાત પૂરી કરવામાં નહીં આવે, તો સંબંધિત વ્યક્તિને એલપીજી (LPG) સબસિડીનો લાભ મળશે નહીં; અને જો તેઓ પહેલેથી જ આ લાભ મેળવી રહ્યા હોય, તો તે બંધ કરી દેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અથેંટિકેશનનુ કામ પૂર્ણ કરો

સરકારનું કહેવું છે કે આ પગલાંનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીયુક્ત રસોઈ ગેસનો લાભ માત્ર પાત્ર પરિવારોને જ મળે. જોકે, જો તમારું બાયોમેટ્રિક આધાર અથેંટિકેશન પહેલેથી જ પૂર્ણ થઈ ગયું હોય, તો તમારે આ પ્રક્રિયામાંથી ફરીથી પસાર થવાની જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ એલપીજી (LPG) ગ્રાહકોમાંથી જે કુલ ગ્રાહકોના લગભગ 89.9 ટકા છે, તેમણે બાયોમેટ્રિક આધાર અથેંટિકેશન પૂર્ણ કરી લીધું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સબસિડી માટે મહત્વની માહતી

જેમણે હજુ સુધી આ કાર્ય પૂર્ણ કર્યું નથી, તેમણે શક્ય તેટલી વહેલી તકે તે કરી લેવું જોઈએ. તો જ તેઓ સબસિડીવાળા એલપીજી સિલિન્ડર બુક કરાવી શકશે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી સબસિડીવાળા ઘરેલું સિલિન્ડરના વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉપયોગને રોકવામાં તેમજ ડુપ્લિકેટ કે અપાત્ર જોડાણોની ઓળખ કરવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આધાર અથેંટિકેશન માટે શું કરવુ પડશે?

આ માટે LPG ગ્રાહકોએ અન્ય ક્યાંય જવાની જરૂર નથી. LPG સિલિન્ડરની ડિલિવરી વખતે બાયોમેટ્રિક અથેંટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. વૈકલ્પિક રીતે, ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના ગેસ ડિસ્ટ્રીબ્યૂટરની ઓફિસની મુલાકાત લઈ શકે છે. જો તમે કોઈ એજન્સી કે ઓફિસની મુલાકાત લેવા ન માંગતા હોય, તો સરકારી માલિકીની ત્રણ ઓઈલ વિતરણ કંપનીઓની મોબાઈલ એપ્સ દ્વારા પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ઈન્ડેનના ગ્રાહકો 'IndianOil ONE' એપ દ્વારા, ભારત ગેસના ગ્રાહકો 'HelloBPCL' એપ દ્વારા અને એચપી ગેસના ગ્રાહકો 'HP PAY' એપ દ્વારા આધાર અથેંટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. જો આ કામ નહીં થાય તો?

જે ગ્રાહકો બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવા માંગતા ન હોય અથવા કોઈ પણ કારણસર તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં અસમર્થ હોય, તેમને એલપીજી (LPG) પુરવઠો પૂરો પાડવાનો ઇનકાર કરવામાં આવશે નહીં. જોકે, તેમને સબસિડીનો લાભ મળશે નહીં. આનો અર્થ એ છે કે તેમણે બજાર ભાવે એલપીજી સિલિન્ડર ખરીદવા પડશે. આ અભિયાન ઓક્ટોબર 2023 માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેની શરૂઆતની અંતિમ તારીખ 30 જૂન હતી, પરંતુ હવે આ સમયમર્યાદા લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તેથી, તમારે 1 ઓક્ટોબર પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરુરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

from october aadhaar authentication mandatory lpg booking rule change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ