ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઐશ્વર્યા રાયે ક્રાઉન પહેરી ટશનમાં કર્યો રેમ્પ વોક, ફ્લાઇંગ કિસ આપી, હોલિવૂડ એક્ટ્રેસિસ સાથે ઝૂમી ઐશ્વર્યા
5 ફોટો ગેલેરી
Last Updated: 10:05 AM, 29 September 2026
1/5
બોલીવુડની દિવા ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એકવાર ફેશન જગતમાં ધૂમ મચાવી છે. સોમવારે તેમણે પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. લાંબા સમયના અંતરાલ બાદ બોલીવુડની આ અભિનેત્રી રનવે પર અદભૂત અંદાજમાં જોવા મળી હતી. એક્ટ્રસની ખુબસુરતી અને આકર્ષક અંદાજે ચાહકોનાં દિલ જીતી લીધાં; તેમનો લુક ખરેખર ખાસ હતો. ઐશ્વર્યાએ પોતાના રોયલ અંદાજથી સૌને ઇમ્પ્રેસ કર્યા.
2/5
ઐશ્વર્યા લાંબા સમયથી બ્યુટી બ્રાન્ડ L’Oréal Paris ની વૈશ્વિક એમ્બેસેડર રહી છે. આ કાર્યક્રમમાં તે યારા શૂમેકર દ્વારા ડિઝાઈન કરાયેલા મનમોહક વેલ્વેટ આઉટફિટમાં જોવા મળી હતી. તેનો લુક અત્યંત આકર્ષક અને શાહી અંદાજ રજૂ કરતો હતો. તેણે કાળા રંગનો ગાઉન પહેર્યો હતો, જેમાં એક લાંબી અને ડ્રાયમેટિક 'કેપ' હતી જે તેના ડ્રેસ સાથે ખૂબ જ સુંદર રીતે શોભતી હતી.
ADVERTISEMENT
3/5
તેણે એક તરફ વાળ ખુલ્લા અને હળવા વેવી સ્ટાઇલ કર્યા હતા અને ખૂબ જ મિનિમલ મેકઅપ કર્યું હતું. પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેણે બોલ્ડ રેડ લિપસ્ટિક અને ક્રાઉન ધારણ કર્યો હતો, જેનાથી તેનો દેખાવ ખરેખર પ્રભાવશાળી બની ગયો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો તેના લુકના વખાણ કરતા થાકતા નથી અને તેને "રાજકુમારી" તથા " બ્યુટી ઇન બ્લેક કહી ટેગ કરી રહ્યા છે.
4/5
આ ફેશન ઈવેન્ટમાં ઐશ્વર્યા સિમોન એશ્લી, સેલિન ડીયોન, ઈવા લોન્ગોરિયા અને કેન્ડલ જેનર જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે જોવા મળી હતી. એક વીડિયોમાં ઐશ્વર્યા રાય અને જાણીતી ગાયિકા સેલિન ડીયોન એકબીજાને હગ કરતીજોવા મળી હતી. બંનેએ હાથ પકડીને સાથે ડાન્સ પણ કર્યું હતું. ઐશ્વર્યા અને સેલિને સ્ટેજ પર સાથે મળીને મસ્તીભરેલી મોમેન્ટ શેર કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Kendra Drishti Rajyog 2026 / 2 ઓક્ટોબરે બુધ-મંગળથી બનશે કેન્દ્ર દૃષ્ટિ યોગ, આ 3 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ
ટોપ સ્ટોરીઝ