ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2 ઓક્ટોબરે બુધ-મંગળથી બનશે કેન્દ્ર દૃષ્ટિ યોગ, આ 3 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ

photo-story

6 ફોટો ગેલેરી

Kendra Drishti Rajyog 2026 / 2 ઓક્ટોબરે બુધ-મંગળથી બનશે કેન્દ્ર દૃષ્ટિ યોગ, આ 3 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ

Last Updated: 10:57 AM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kendra Drishti Rajyog 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 2 ઓક્ટોબર 2026ના રોજ બુદ્ધ અને મંગળ વચ્ચે 'કેન્દ્ર દૃષ્ટિ યોગ' રચાઈ રહ્યો છે. ગ્રહોની આ દુર્લભ સ્થિતિ મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતા લાવનારી સાબિત થશે.

1/6

photoStories-logo

1. બુધ-મંગળથી બનશે કેન્દ્ર દૃષ્ટિ યોગ

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ અને તેમની વચ્ચે રચાતા ખૂણાઓનું વિશેષ મહત્વ છે. પંચાંગ આધારિત ગણતરીઓ મુજબ, 2 ઓક્ટોબર, 2026ના રોજ બુધ જે બુદ્ધિ, સંવાદ અને વેપારનો કારક ગ્રહ છે અને મંગળ જે સાહસ, ઊર્જા અને પરાક્રમનો કારક ગ્રહ છે, એકબીજાથી બરાબર 90 ડિગ્રીના અંતરે સ્થિત હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરિયરમાં પ્રગતિના યોગ

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, જ્યારે બે ગ્રહો એકબીજાની સાપેક્ષમાં ચોથા અને દસમા ભાવમાં સ્થિત હોય ત્યારે કેન્દ્ર દ્રષ્ટિ યોગ રચાય છે. બુધની વિશ્લેષણાત્મક ક્ષમતા અને મંગળની આક્રમક ઊર્જાના આ દુર્લભ સંયોજનથી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા, વ્યૂહાત્મક વિચારસરણી અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. જોકે આ 'દ્રષ્ટિ યોગ' તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે, તેમ છતાં તે ત્રણ ચોક્કસ રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે અને તેમની કારકિર્દીમાં મોટી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. આવો જાણીએ કે 2 ઓક્ટોબરે રચાઈ રહેલા આ 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ'થી કઈ રાશિઓને સૌથી વધુ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન રાશિ

બુધ એ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. મંગળ અને બુધ વચ્ચેનો આ 'કેન્દ્ર' સંબંધ તમારી કારકિર્દી અને આર્થિક જીવનમાં સકારાત્મક ગતિ લાવશે. માર્કેટિંગ, મીડિયા, સેલ્સ, આઈટી કે લેખન ક્ષેત્રે સંકળાયેલા લોકો પોતાની તીવ્ર બુદ્ધિ અને સંવાદ કૌશલ્યને કારણે કોઈ મોટો સોદો પાર પાડી શકે છે. વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાવાને કારણે નફામાં ઝડપી વૃદ્ધિ થશે. તમારી યોજનાઓ અસરકારક સાબિત થશે, જેનાથી અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતા ઊભી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા રાશિ

કન્યા રાશિ પણ બુધ ગ્રહ દ્વારા સંચાલિત રાશિ છે. 2 ઓક્ટોબરે રચાઈ રહેલી ગ્રહોની સ્થિતિ તમારા કાર્યસ્થળ (કર્મ ભાવ)માં અપાર ઊર્જાનો સંચાર કરશે. નોકરી કરતા જાતકોને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા ટીમનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે, જેના પરિણામે તમારા કાર્યની પ્રશંસા થશે. મિલકત, જમીન કે વાહનોને લગતા લાંબા સમયથી અટકેલા મામલા તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

મંગળ એ વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે. મંગળની ઊર્જા પર બુધના તાર્કિક દ્રષ્ટિકોણનો પ્રભાવ આ રાશિના જાતકોને તમામ ક્ષેત્રોમાં સફળતા અપાવશે. સાહસિક નિર્ણયો અને નવા રોકાણોથી અણધાર્યો આર્થિક લાભ થવાની સંભાવના છે. જેઓ લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી બુદ્ધિ અને પરાક્રમ વિરોધીઓ અને શત્રુઓ પર વિજય અપાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

budh mangal yuti lucky zodiac signs kendra drishti rajyog 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ