ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચતા હતા
Last Updated: 11:16 PM, 28 September 2026
ADVERTISEMENT
અમદાવાદના ઠક્કરનગરમાં પોલીસની રેડ દરમિયાન દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે. હરિઓમ સાયકલની સામે આવેલી ગલીમાં એક મકાનના બીજા માળે ભાડે જગ્યા રાખીને દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસની ટીમે બાતમીના આધારે મકાન નંબર 141ના બીજા માળે દરોડો પાડ્યો હતો અને દારૂ બનાવી રહેલા હેમલ ઉર્ફે હેમુ વાઘેલાને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડ તરીકે વેચતા હતા
આરોપીઓ સસ્તી બ્રાન્ડનો દારૂ લાવી તેની બોટલમાં મોંઘી બ્રાન્ડના નામના સ્ટીકર લગાવીને વેચતા હતા.. ખાસ કરીને Teachers, Black & White, Black Dog, Blender’s Pride અને Signature જેવી બ્રાન્ડના નામનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.. બુટલેગરઓ આ રીતે એક બોટલ પર રૂ 500થી લઈને રૂ 5 હજાર સુધીનો નફો મેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે..રેડ દરમિયાન પોલીસે દારૂની બોટલો, અલગ-અલગ બ્રાન્ડના સ્ટીકર અને ઢાંકણા સહિત કુલ રૂ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT
વધુ નફાની લાલચે નકલી ફેક્ટરી શરુ કરી
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂની ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે ભરતો સોલંકી અને તરનો પિતરાઇ ભાઈ વિજય હીરાભાઈ સોલંકી છે.. ભરત વિરુદ્ધ અગાઉ મારામારી અને ચેઇન સ્નેચિગ ના ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.. દારૂના ધંધા માં ઊંચું વળતર મેળવવા ભરતે મકાન ભાડે રાખીને છેલ્લા 2થી3 મહિના પહેલા મીની ફેકટરી શરૂ કરી હતી.. દારૂ ના આ ડેમોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સસ્તી કિંમતના દારૂને મોંઘી બ્રાન્ડના નામ સાથે જોડીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે..પકડાયેલ આરોપી હેમલ વાઘેલા દારૂની ફેકટરીમાં આ દારૂ બોટલમાં ભરીને તૈયાર કરતો હતો અને તેને દરરોજના 450 રૂપિયા મહેનતાણું મળતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.