ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 35°C સુધી પહોંચવાની શક્યતા, વરસાદ બાદ ફરી ગરમી અને ઉકળાટ વધશે

photo-story

7 ફોટો ગેલેરી

Gujarat Weather / અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 35°C સુધી પહોંચવાની શક્યતા, વરસાદ બાદ ફરી ગરમી અને ઉકળાટ વધશે

Last Updated: 07:40 AM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે વરસાદની રાહ જોતા લોકો માટે ફરી એક મહત્વપૂર્ણ હવામાન અપડેટ સામે આવ્યું છે. આજે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાંની શક્યતા છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ કરતાં ગરમી અને ઉકળાટનો અનુભવ વધુ થઈ શકે છે.

1/7

photoStories-logo

1. આગામી દિવસોનું હવામાન થોડું અલગ

આકાશ તરફ નજર કરતા ગુજરાતના લોકો માટે આગામી દિવસોનું હવામાન થોડું અલગ રહેવાનું છે. ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને રાજ્યમાં વરસાદની શક્યતા પણ સતત ઘટતી જોવા મળી રહી છે. જોકે, વાતાવરણ સંપૂર્ણપણે સૂકું થઈ જાય તે પહેલાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને આજે, 29 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત જેવી છે અને આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 29 સપ્ટેમ્બરે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

29 સપ્ટેમ્બરે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 29 સપ્ટેમ્બર 2026ના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં જોવા મળી શકે છે. બીજી તરફ અમદાવાદ, રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, ખેડા, સુરેન્દ્રનગર, કચ્છ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા નથી. અહીં સામાન્ય રીતે વાદળછાયું અથવા સૂકું વાતાવરણ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. રાજ્યમાં હળવા વરસાદની સંભાવના

આગામી બે દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026ના રોજ પણ રાજ્યમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જોકે, અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. એટલે આગામી બે દિવસ દરમિયાન પણ રાજ્યના દરેક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે એવું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે

પરંતુ ત્યાર બાદ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 2થી 4 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સૂકું હવામાન રહી શકે છે. વરસાદની શક્યતા ઘટતા ગરમી અને ઉકળાટમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને દિવસ દરમિયાન તાપમાન વધવાથી બપોરના સમયે ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે. એટલે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ઓક્ટોબરની શરૂઆત સૂકા અને ગરમ વાતાવરણ સાથે થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન?

રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન? નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. એટલે વહેલી સવાર અને રાત્રીના સમયે થોડી રાહત મળી શકે છે, પરંતુ દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ અનુભવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અમદાવાદ અને રાજકોટનું હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો, શહેરમાં આજે આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. વરસાદની ખાસ શક્યતા ન હોવાથી શહેરમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. રાજકોટમાં આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. વરસાદની શક્યતા નહીંવત હોવાથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સુરતના હવામાનની વાત

સુરતના હવામાનની વાત કરીએ તો, આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની શક્યતા હોવાથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વડોદરામાં આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. જોકે, વડોદરામાં આજે વરસાદની શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ