ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજમાં LCB ટીમે માલધારીનો વેશ ધારણ કરીને કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો, ખાસ ઓપરેશન શરુ કર્યું

ક્રાઈમ / ભુજમાં LCB ટીમે માલધારીનો વેશ ધારણ કરીને કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો, ખાસ ઓપરેશન શરુ કર્યું

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 06:45 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ LCB ટીમે “ઓપરેશન ખોજ” હેઠળ માલધારીનો વેશ ધારણ કરી જંગલમાંથી કુખ્યાત બુટલેગર રાસુભા સોઢાને ઝડપી પાડ્યો છે.

ADVERTISEMENT

ભુજ LCB ટીમે “ઓપરેશન ખોજ” હેઠળ માલધારીનો વેશ ધારણ કરી જંગલમાંથી કુખ્યાત બુટલેગર રાસુભા સોઢાને ઝડપી પાડ્યો છે. લિસ્ટેડ બુટલેગર રાસુભા છેલ્લા 6 વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાંવોન્ટેડ હતો...પોલીસે વેશપલટો કરીને જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો...

6 વર્ષથી પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો ફરતો હતો

દારૂની હેરાફેરી કરીને પોલીસને પડકાર ફેંકતો કચ્છનું લીસ્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં પશ્ચિમ કચ્છ પોલીસને સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો ફરતો અને વોન્ટેડ આરોપી રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાને ઝડપી પાડવામાં આવ્યો છે..પશ્ચિમ કચ્છ LCB પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ‘ઓપરેશન ખોજ’ હાથ ધર્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમે છેલ્લા 15 દિવસથી સતત આરોપીની શોધખોળ કરી હતી.

પોલીસે ખાસ ઓપરેશનથી ઝડપી પાડ્યો

આરોપી પોલીસથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલાતો રહેતો હતો... આરોપીને પકડવા પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું... એલસીબીના પોલીસ કર્મી માલધારીઓનો વેશ ધારણ કરી જંગલમાં શોધખોળ હાથ ધરી હતી...પોલીસે બાતમીના આધારે જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી રાસુભા સોઢાને ઝડપી પાડ્યો છે..આરોપી સામે પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં કુલ 37 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે... નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, પધ્ધર, દયાપર, નારાયણ સરોવર, પ્રાગપર, અંજાર, ભચાઉ અને વાયોર સહિતના પોલીસ મથકોમાં આરોપી સામે પ્રોહીબિશનના ગુન્હા નોંધાયેલા છે.. આ આરોપી 9 વધુ ગુનાઓમાં વોન્ડેટ જાહેર થયેલ હતો... આખરે છેલ્લા છ વર્ષથી ફરાર લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો છે...આરોપી સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : જૂનાગઢમાં આલ્ફા હાઈસ્કૂલ નજીક યુવતીની જાહેરમાં છેડતી, બાઈક સવારે હાથ પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો

પોલીસથી બચવા જંગલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો

કચ્છમાં કરોડો રૂપિયાના દારૂ હેરાફેરી કેસમાં આરોપી મુખ્ય સૂત્રધાર છે. આરોપી પોલીસથી બચવા જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો..આરોપીને ઝડપી પાડવા પોલીસે ઓપરેશન ખોજ હાથ ધરવામાં આવ્યું..તે દરમિયાન આરોપી ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન દબોચી લીધો...આરોપી છેલ્લા 12 વર્ષથી દારૂનું નેટવર્ક ચલાવતો હતો જેમાં 9 પ્રોહીબિશન કેસમાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ