ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાચવજો! સાબરકાંઠાના ઇડરમાં 22 બાળકોને કમળાની અસર, તંત્ર થયું દોડતું

ચિંતાજનક / સાચવજો! સાબરકાંઠાના ઇડરમાં 22 બાળકોને કમળાની અસર, તંત્ર થયું દોડતું

Published By: Hiralal Parmar
Reported By: Sandip Patel

Last Updated: 05:48 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે બડોલીના ચામુંડા નગર વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 22 જેટલાં માસૂમ બાળકો કમળાની લપેટમાં આવ્યા હોવાની આશંકાએ દાખલ કરાયા છે.

ADVERTISEMENT

સાબરકાંઠાના ઇડરના બડોલી ગામમાં તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે બડોલીના ચામુંડા નગર વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 22 જેટલાં માસૂમ બાળકો કમળા (જોન્ડિસ)ની લપેટમાં આવ્યા હોવાની આશંકાએ દાખલ કરાયા છે. 4 થી 12 વર્ષના બાળકોમાં આ વાઇરલ ઇન્ફેક્શન ફેલાતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે પાણીની ટાંકીમાંથી પાણી નો સપ્લાય આપવામાં આવે છે તે જર્જરિત છે અને ગામના સરપંચે પોતે કબૂલ્યું છે કે છેલ્લા 15 વર્ષથી આ પાણીની ટાંકીની સાફ-સફાઈ જ કરવામાં આવી નથી.

22 બાળકો કમળાથી પીડિત

સાબરકાંઠાનું બડોલી ગામ અત્યારે આરોગ્ય વિષયક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ચામુંડા નગર વિસ્તારમાં અચાનક જ નાના બાળકોની તબિયત લથડવા લાગી હતી. તપાસ કરતા સામે આવ્યું કે 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના 22 જેટલા બાળકો જોન્ડિસ એટલે કે કમળાથી પીડાઈ રહ્યા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતાં આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. તબિયત વધુ બગાડતાં 12 બાળકોને સિવિલ હોસ્પિટલ અને 3 બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 5 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ, હાલમાં કુલ 20 જેટલાં માસૂમ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બાળકોના આરોગ્ય સામે મોટો ખતરો

શાળા અને પંચાયતની બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. શાળામાં આપવામાં આવેલા ખોરાક અને વિસ્તારમાં ફેલાયેલી ગટરની ગંદકીના કારણે અનેક બાળકો બીમાર પડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાલીઓ આરોપ લગાવી રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને પંચાયત દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નથી આવી રહ્યો. ચામુંડાનગર વિસ્તારની શાળામાં ભણતા બાળકો દૂષિત ખોરાક અને અસ્વચ્છતાનો ભોગ બન્યા છે. ૫ મા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી સહિત અનેક બાળકો શાળાના ખોરાક અને ગંદકી ભર્યા વર્તનના કારણે ગંભીર રીતે બીમાર પડ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે, બીજી તરફ, આ વિસ્તારમાં છેલ્લા ૧૨ મહિનાથી ગટરની લાઈનો બંધ પડી છે, જેના કારણે ચારેય તરફ ગંદકી અને રોગચાળો ફેલાયો છે.

20 જેટલા બાળકો બીમાર

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગટરની ગંદકી અને દૂષિત વાતાવરણને કારણે લગભગ 20 જેટલા બાળકો બીમાર પડ્યા છે. પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરંતુ આ બીમારી પાછળનું મુખ્ય કારણ છે પંચાયત અને પાણી પુરવઠા વિભાગની ગંભીર લાપરવાઈ. ચામુંડા નગર વિસ્તારમાં જે પાણીની ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે તે અત્યંત જર્જરિત અને નોન-યૂઝ જેવી સ્થિતિમાં છે. આ અંગે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજેન્દ્ર પટેલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સરપંચે સ્વીકાર્યું છે કે આ પાણીની ટાંકી છેલ્લા 15 વર્ષથી સાફ જ કરવામાં આવી નથી! પંચાયતે ટાંકી અંગે માત્ર કાગળ પર ઠરાવ પસાર કરીને સંતોષ માની લીધો હતો, પરંતુ વાસ્તવિકતામાં કોઈ કામગીરી કરવામાં આવી જ નહીં. જર્જરિત ટાંકી અને કૂવાના દૂષિત પાણીને કારણે માસૂમ બાળકો હોસ્પિટલના ખાટલે ધકેલાયા છે.

સાબરકાંઠા જિલ્લા તંત્ર દોડતું થયું

માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલા આ ખિલવાડ બાદ સમગ્ર સાબરકાંઠા જિલ્લા તંત્ર દોડતું થયું છે. ઘટનાની ગંભીરતા જોઈ કલેક્ટર, નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને કૂવા તેમજ ટાંકીના પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

તંત્ર ક્યારે જાગશે? સળગતો સવાલ

પંચાયતના માત્ર કાગળ પરના ઠરાવો અને 15 વર્ષની બેદરકારીનું પરિણામ આજે ગામના 22 માસૂમ બાળકો ભોગવી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે, શું બેદરકાર અધિકારીઓ અને જવાબદારો સામે કોઈ કડક પગલાં ભરવામાં આવશે? કે પછી આટલી મોટી ગંભીર બેદરકારી બાદપણ તંત્ર માત્ર તપાસના નામે કાગળો જ દોડાવશે. સાથેજ હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર બાબતે તંત્ર ક્યારે જાગશે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ