ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં આગ, બીજા માળે આગ લાગતા અફરાતફરી, 25થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

દુર્ઘટના / સુરતના સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં આગ, બીજા માળે આગ લાગતા અફરાતફરી, 25થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 05:39 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની માર્કેટના બીજા માળે અચાનક આગ લાગી. 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, કોઈ જાનહાનિ નહીં.

ADVERTISEMENT

સુરત: શહેરના કાપડ બજારમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની સાથે ધુમાડાના ગોટેગોટા બિલ્ડિંગમાં ફેલાઈ જતાં વેપારીઓ, ગ્રાહકો અને શ્રમિકો બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યો હતો. શહેરના વિવિધ ફાયર સ્ટેશનમાંથી 15થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનોએ માર્કેટ ખાલી કરાવી બચાવ કામગીરી શરૂ કરી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો.

પહેલા માળે આગ ભભૂકી, ધુમાડાથી ગભરાટ

મળતી માહિતી મુજબ, માર્કેટમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે પહેલા માળે આવેલી દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધુમાડો માર્કેટના અન્ય ભાગોમાં ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટમાં હાજર લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.

કાપડના સ્ટોકને કારણે આગ ફેલાવાનો ભય

માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી અન્ય દુકાનો સુધી પહોંચવાની શક્યતા હતી. આથી ફાયર વિભાગે આગને એક જ વિસ્તારમાં રોકવા માટે ચારેય તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો.

ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સાથે જ માર્કેટની આસપાસનો વિસ્તાર પણ સુરક્ષિત કરવામાં આવ્યો હતો.

પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે

આગની ગંભીરતાને પગલે પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરતના મેયર માયાબેન માવાણી સહિતના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ફાયર અને પોલીસ વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ દુકાન અને અન્ય માલસામાનને થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ સામે આવશે.

શોર્ટ સર્કિટની આશંકા, કારણની તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે

પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ લગ્નના 4 દિવસ પહેલાં જ દુલ્હનનું મોત, એરલાઈને ટિકિટની રકમ પરત આપવાનો ઇનકાર કર્યો, ગ્રાહક ફોરમે લગાવી ફટકાર

દિવાળી પહેલાં કાપડ બજારમાં મોટા પ્રમાણમાં માલનો સ્ટોક હોવાથી ઘટનાને પગલે વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, હાલની માહિતી મુજબ મોટી જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ નુકસાન અને આગ લાગવાનું ચોક્કસ કારણ અંગે વધુ વિગતો સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saroli fire incident Surat textile market fire Sangini Market fire

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ