ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી, કોલેજિયમે 3 નામોની ભલામણ કરી

ન્યાયિક / ગુજરાત HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી, કોલેજિયમે 3 નામોની ભલામણ કરી

Published By: Hiralal Parmar

Last Updated: 09:29 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિત 3 ચીફ જસ્ટિસની સુપ્રીમના જજ તરીકે ભલામણ કરી છે.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટની કોલેજીયમે આજે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ માટે ત્રણ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમારનો સમાવેશ થાય છે.

સુનિતા અગ્રવાલ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ

સુનિતા અગ્રવાલ 3 વર્ષ પહેલાં સોનિયા ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે અને જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા હતા અને ડિસેમ્બર 1990થી લીગલ પ્રોફેસનમાં છે.

આ પણ વાંચોઃ ના હોય! એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટીમમાં એક જ નામના 7 ખેલાડી, સૌ કોઈ હેરાન

ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક

ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે 52 જજીસની જગ્યા સામે 33 જજીસ છે, 19 જગ્યા ખાલી છે. હાઇકોર્ટમાં જજીસ માટે નિવૃતિની ઉંમર 62 વર્ષ હોય છે, જ્યારે સુપ્રીમમાં 65 વર્ષ છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sunita agarwal NEWS supreme court sunita agarwal

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ