ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / શેરબજારમાં મોટો કડાકો, માત્ર 5 મિનિટમાં ₹3 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
Last Updated: 10:06 AM, 29 September 2026
ADVERTISEMENT
શેરબજારમાં મંગળવારની શરૂઆત થતાં જ રોકાણકારો માટે ચિંતા વધારતો માહોલ જોવા મળ્યો. સોમવારના ભારે ઘટાડા બાદ આજે પણ બજારમાં વેચવાલીનો દબાણ યથાવત રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા અને ગણતરીની મિનિટોમાં જ બજારના માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયો. એક સમયે સેન્સેક્સ 402 પોઈન્ટ ઘટીને 72,369 પર પહોંચી ગયો હતો. 30 શેરવાળા BSE ઇન્ડેક્સના 26 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 22,615 પર પહોંચી ગયો હતો.
ADVERTISEMENT

બજારમાં આવેલા આ ઘટાડાની સીધી અસર BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ પર પણ જોવા મળી. માત્ર પાંચ મિનિટમાં BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹3 લાખ કરોડ ઘટી ગયું. માર્કેટ કેપ ₹474 લાખ કરોડથી ઘટીને ₹471 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે કારોબારની શરૂઆતના થોડા જ સમયમાં બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
ADVERTISEMENT
મંગળવારે સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા હતા. શરૂઆતમાં સેન્સેક્સ 138 પોઈન્ટ ઘટીને 72,633 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ ઘટીને 22,732 પર પહોંચ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે 22,500થી 22,400ની રેન્જ મુખ્ય સપોર્ટ એરિયા બની શકે છે. બીજી તરફ 23,000થી 23,100ની રેન્જ બજારમાં પ્રારંભિક રિકવરી માટે મહત્વપૂર્ણ અવરોધ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મંગળવારે સવારે 9:01 વાગ્યે પણ બજારના શરૂઆતના સંકેતો નબળા રહ્યા હતા. સોમવારના ભારે ઘટાડા બાદ મંગળવારે પણ દલાલ સ્ટ્રીટમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. પ્રી-ઓપનિંગમાં BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 128 પોઈન્ટ ઘટીને 72,900 પર હતો. જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ નબળો હતો. સોમવારે શરૂઆતથી જ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સોમવારે નિફ્ટી લગભગ 1.54 ટકા ઘટીને 22,762ની આસપાસ બંધ થયો હતો. બીજી તરફ સેન્સેક્સ પણ 73,000ના સ્તરથી નીચે સરકી ગયો હતો. બજારમાં આ ઘટાડો એવા સમયે જોવા મળ્યો છે જ્યારે બંને મુખ્ય સૂચકાંકો છેલ્લા કેટલાક મહિનાના નીચલા સ્તરની આસપાસ પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
મંગળવારના શરૂઆતના સંકેતોમાં GIFT Nifty 22,820ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. તે તેના અગાઉના બંધ કરતાં લગભગ 4 પોઈન્ટ નીચે હતો. આ સ્થાનિક શેરબજાર માટે લગભગ ફ્લેટ ઓપનિંગનો સંકેત આપી રહ્યું હતું. જોકે, સ્થાનિક બજાર ખુલ્યા બાદ વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ તથા નિફ્ટીમાં ઘટાડો નોંધાયો.
ADVERTISEMENT
હાલમાં શેરબજાર પર સૌથી મોટું દબાણ ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે જોવા મળી રહ્યું છે. ઇરાનના પ્રસ્તાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવ બાદ સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે તેલના પુરવઠા અંગે ચિંતા વધી છે. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ આશરે 106 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. ભારત પોતાની તેલની જરૂરિયાત માટે આયાત પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે. તેથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય ત્યારે તેની અસર દેશના આયાત બિલ અને ફુગાવા પર પડી શકે છે. આ ઉપરાંત કંપનીઓના માર્જિન પર પણ દબાણ વધવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT
શેરબજારના ઘટાડા પાછળ વિદેશી રોકાણકારોની વેચવાલી પણ એક મહત્વનું કારણ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારતીય શેરોમાં વેચવાલી ચાલુ છે. સોમવારે વિદેશી રોકાણકારોએ આશરે ₹5,353 કરોડના ભારતીય શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ આશરે ₹5,189 કરોડના શેર ખરીદ્યા હતા. એટલે કે સ્થાનિક રોકાણકારોની ખરીદી જોવા મળી હોવા છતાં વિદેશી રોકાણકારોની મોટી વેચવાલીએ બજાર પર દબાણ જાળવી રાખ્યું હતું.
ભારતીય શેરબજારને મંગળવારે વૈશ્વિક બજારોમાંથી પણ મજબૂત સપોર્ટ મળ્યો નહોતો. એશિયાના મુખ્ય શેરબજારોમાં પણ શરૂઆતના કારોબારમાં નબળાઈ જોવા મળી હતી. જાપાનનો નિક્કી શરૂઆતના કારોબારમાં લગભગ 0.4 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 0.5 ટકા ઘટ્યો હતો. સોમવારના મોટા ઘટાડા બાદ મંગળવારે પણ દલાલ સ્ટ્રીટમાં દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે BSE-લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ માત્ર પાંચ મિનિટમાં ₹3 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. વધતા ક્રૂડ ઓઇલના ભાવ, FIIની વેચવાલી અને એશિયન બજારોના નબળા સંકેતો વચ્ચે હવે રોકાણકારોની નજર નિફ્ટીની 22,500થી 22,400ની સપોર્ટ રેન્જ અને 23,000થી 23,100ની રિકવરી રેન્જ પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.