ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 1 ઓક્ટોબરથી LPGના ભાવથી ATM કેશ અને બેન્કિંગ સુધી 10 મોટા ફેરફાર, TV-AC સહિતની કેટલીક વસ્તુઓ પણ થઈ શકે મોંઘી
11 ફોટો ગેલેરી
Last Updated: 09:23 AM, 29 September 2026
1/11
સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1 ઓક્ટોબર 2026થી દેશના સામાન્ય લોકો સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. LPG સિલિન્ડર, સબસિડી, ATM, FD, પ્રોપર્ટી TDS અને બેન્ક હોલિડે સહિતના નિયમોમાં ફેરફારની અસર જોવા મળશે.આ ઉપરાંત તહેવારોની સિઝન શરૂ થતાં પહેલાં TV, ફ્રિજ, AC અને વોશિંગ મશીન જેવી ઘરવપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. જોકે કેટલીક બાબતોમાં અંતિમ નિયમ અથવા ભાવ 1 ઓક્ટોબરે સંબંધિત સંસ્થા દ્વારા જાહેર થશે.
2/11
દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. તેથી 1 ઓક્ટોબર 2026ના રોજ ઘરેલુ અને કોમર્શિયલ LPGના ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર લોકોની નજર રહેશે. 29 સપ્ટેમ્બર સુધી 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹942, કોલકાતામાં ₹968, મુંબઈમાં ₹941.50 અને ચેન્નાઈમાં ₹957.50 હતી. જોકે ઓક્ટોબરનો નવો દર 1 ઓક્ટોબરે જ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
3/11
1 ઓક્ટોબરથી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, સબસિડી સાથે નિયંત્રિત રિટેલ વેચાણ કિંમત પર રિફિલ બુક કરાવવા માટે આ ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. જે ગ્રાહકોએ પહેલેથી ઓથેન્ટિકેશન કરાવી લીધું છે તેમને ફરીથી કરવાની જરૂર નથી. આ પ્રક્રિયા ડિલિવરી વખતે, ગેસ ડિસ્ટ્રિબ્યુટર શોરૂમ પર અથવા સંબંધિત OMCની મોબાઇલ એપ દ્વારા કરી શકાય છે.
4/11
LPG ડિલિવરી સાથે OTP આધારિત વેરિફિકેશનની વ્યવસ્થા અંગે પણ ફેરફારની માહિતી સામે આવી છે. આવી વ્યવસ્થામાં સિલિન્ડર પહોંચાડતી વખતે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા OTPથી ડિલિવરીની પુષ્ટિ કરવાની હોય છે. જોકે આ વ્યવસ્થાનો અમલ વિસ્તાર અને ઓઇલ માર્કેટિંગ કંપની પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી ગ્રાહકોએ પોતાની ગેસ કંપનીની સત્તાવાર માહિતી જોવી જરૂરી રહેશે.
ADVERTISEMENT
5/11
LPGની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની શરૂઆતમાં એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં પણ સુધારો કરે છે. ATFના ભાવમાં ફેરફારની સીધી અસર એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચ પર પડી શકે છે અને તેનો પ્રભાવ ભવિષ્યમાં હવાઈ મુસાફરીના ભાડા પર પણ જોવા મળી શકે છે. 1 ઓક્ટોબરના નવા ATF દર જાહેર થયા બાદ જ ભાવમાં કેટલો ફેરફાર થયો તે સ્પષ્ટ થશે.
6/11
SBIના કેટલાક સેલેરી પેકેજ એકાઉન્ટ ધારકો માટે 1 ઓક્ટોબરથી અન્ય બેંકોના ATM અને ADWM પર ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા 10થી ઘટાડીને 5 કરવામાં આવશે. આ મર્યાદામાં ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ બંને ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થશે. ફ્રી લિમિટ પૂરી થયા પછી અન્ય બેંકના ATM પરથી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ₹23 ઉપરાંત GST અને નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ₹11 ઉપરાંત GSTનો ચાર્જ લાગશે. BSBD ખાતામાં મહિનાના ચાર કેશ વિથડ્રોઅલ મફત રહેશે, ત્યારબાદ ₹15 ઉપરાંત GST ચાર્જ લાગશે.
ADVERTISEMENT
7/11
SBIના કેટલાક સેલેરી પેકેજ એકાઉન્ટ ધારકો માટે 1 ઓક્ટોબરથી અન્ય બેંકોના ATM અને ADWM પર ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા 10થી ઘટાડીને 5 કરવામાં આવશે. આ મર્યાદામાં ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ બંને ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થશે. ફ્રી લિમિટ પૂરી થયા પછી અન્ય બેંકના ATM પરથી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ₹23 ઉપરાંત GST અને નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ₹11 ઉપરાંત GSTનો ચાર્જ લાગશે. BSBD ખાતામાં મહિનાના ચાર કેશ વિથડ્રોઅલ મફત રહેશે, ત્યારબાદ ₹15 ઉપરાંત GST ચાર્જ લાગશે.
8/11
NRI પાસેથી અચળ સંપત્તિ ખરીદનારા રહેવાસી વ્યક્તિ અથવા HUF માટે TDSની પ્રક્રિયામાં ફેરફાર થયો છે. નવા Income Tax framework હેઠળ PAN આધારિત એકીકૃત Form 141નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ અલગ-અલગ TDS ફોર્મનો ઉપયોગ થતો હતો, જ્યારે નવા કાયદા હેઠળ સંબંધિત વ્યવહારો માટે એકીકૃત ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે NRI પાસેથી પ્રોપર્ટી ખરીદનાર માટે TDS રિપોર્ટિંગ પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ છે.
ADVERTISEMENT
9/11
જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે 21 દિવસની સામાન્ય સમયમર્યાદા મહત્વપૂર્ણ છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરાવવામાં વધારાની પ્રક્રિયા અને મંજૂરીની જરૂર પડી શકે છે. એટલે જન્મ અથવા મૃત્યુનું પ્રમાણપત્ર બનાવવાનું બાકી હોય તો સમયસર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મોડું રજિસ્ટ્રેશન કરાવનાર માટે લાગતી પ્રક્રિયા વિલંબના સમયગાળા પ્રમાણે બદલાઈ શકે છે.
10/11
તહેવારોની સિઝન પહેલાં ઘરવપરાશના ઇલેક્ટ્રોનિક્સની ખરીદી મોંઘી થઈ શકે છે. ઉદ્યોગના અહેવાલો મુજબ 1 ઓક્ટોબરથી AC, LED TV, વોશિંગ મશીન અને અન્ય એપ્લાયન્સિસના ભાવમાં આશરે 5થી 8 ટકાનો વધારો થવાની તૈયારી છે. કૉપર, સ્ટીલ, એલ્યુમિનિયમ, ક્રૂડ ડેરિવેટિવ્સ, શિપિંગ ખર્ચ અને કરન્સી વોલેટિલિટીને ભાવ વધારાના મુખ્ય કારણો તરીકે જણાવવામાં આવ્યા છે. જોકે જૂના સ્ટોકને કારણે કેટલીક દુકાનોમાં જૂના ભાવનો માલ થોડો સમય મળી શકે છે.
ADVERTISEMENT
11/11
ઓક્ટોબરમાં બેન્કોની રજાઓ રાજ્ય પ્રમાણે અલગ રહેશે. ઉપલબ્ધ RBI આધારિત હોલિડે કેલેન્ડર મુજબ દેશભરમાં એકસરખી 16 દિવસની રજા નથી. વિવિધ રાજ્યોમાં તહેવારો અને સ્થાનિક રજાઓને કારણે બેન્ક શાખાઓ 11 દિવસ સુધી બંધ રહી શકે છે, જેમાં 2 ઓક્ટોબરની ગાંધી જયંતી અને અન્ય પ્રાદેશિક તહેવારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 2 ઓક્ટોબર, 20 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરની રજાઓ દર્શાવવામાં આવી છે; આ ઉપરાંત નિયમિત રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજાઓ લાગુ રહેશે. ATM, UPI અને નેટ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ