ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી પૂર્વે હીરા નગરી નવસારીમાં કટોકટી: 40 વર્ષ જૂના યુનિટો બંધ, રત્નકલાકારોનું ભાવિ અધ્ધરતાલ

ગુજરાત / દિવાળી પૂર્વે હીરા નગરી નવસારીમાં કટોકટી: 40 વર્ષ જૂના યુનિટો બંધ, રત્નકલાકારોનું ભાવિ અધ્ધરતાલ

Published By: Pravin Joshi
Reported By: Rakesh Solanki

Last Updated: 11:15 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર પૂર્વે જ દક્ષિણ ગુજરાતના અગ્રણી ડાયમંડ હબ નવસારીમાં હીરા ઉદ્યોગ અભૂતપૂર્વ મંદીના સપડામાં હોવાથી ભારે કટોકટી સર્જાઈ છે.

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતના જાણીતા ડાયમંડ પ્રોસેસિંગ હબ નવસારીમાંથી હીરા ઉદ્યોગને લઈને અત્યંત ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સામાન્ય રીતે દિવાળી પૂર્વે બોનસ અને ઝગમગાટથી ગૂંજતું હીરા બજાર હાલમાં અભૂતપૂર્વ આર્થિક મંદીના અંધારપટમાં ધકેલાઈ ગયું છે. નાની-મોટી ફેક્ટરીઓ એકપછી એક બંધ થવાના આરે પહોંચતા હજારો રત્નકલાકારો અને સ્થાનિક વેપારીઓની આજીવિકા સામે અસ્તિત્વનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

40 વર્ષ જૂના કારખાનાને વાગ્યા તાળાં

નવસારીના હીરા ઉદ્યોગની વણસેલી પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શાંતાદેવી રોડ પર આવેલું અને છેલ્લા ૪૦ વર્ષથી ધમધમતું એક અત્યંત પ્રસ્થાપિત કારખાનું તાજેતરમાં જ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉદ્યોગ સાથે દાયકાઓથી જોડાયેલા અનુભવી વેપારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૮૩ પછી તેમણે ક્યારેય આવી ભયંકર મંદી જોઈ નથી. ખાસ કરીને વર્ષ ૨૦૨૨ પછી કાચા અને તૈયાર હીરાના ખરીદ-વેચાણમાં યોગ્ય માર્જિન કે એવરેજ બેસતી જ નથી. અત્યાર સુધી માત્ર રત્નકલાકારોનું ગુજરાન ચાલુ રહે તે હેતુથી નુકસાન વેઠીને પણ યુનિટ ચલાવવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ સહનશક્તિ બહાર નીકળી ગઈ છે.

બાયર્સ નવસારીથી વિમુખ થતાં બજાર ઠપ

હીરા ઉદ્યોગ ભાંગી પડવા પાછળ વૈશ્વિક મંદી ઉપરાંત સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીની ખામી પણ મુખ્ય કારણ બની છે. નવસારી રેલવે સ્ટેશન પર મુંબઈ તરફથી આવતી મુખ્ય એક્સપ્રેસ અને ફાસ્ટ ટ્રેનોના યોગ્ય સ્ટોપેજ નથી. પરિણામે મુંબઈ અને વિદેશથી આવતા વેપારીઓ તથા બાયર્સ સીધા સુરત અથવા મુંબઈ તરફ વળી જાય છે. નવસારીના સ્થાનિક બજારને મળવો જોઈતો પ્રત્યક્ષ વેપાર ન મળતાં સ્થાનિક યુનિટો પછાત રહી ગયા છે.

daimond.jpg

રોજીરોટી છીનવાતા કારીગરોને વૈકલ્પિક વ્યવસાય શોધવાની નોબત

હીરાના કામકાજમાં મંજૂરી અને કટિંગ-પોલિશિંગના દરમાં ભારે ઘટાડો થવાથી કારીગરોના પરિવારનું ગુજરાન ચલાવવું દુષ્કર બન્યું છે. અનેક ઘરોમાં કમાનાર એકમાત્ર સભ્ય રત્નકલાકાર હોવાથી તેમના પરિવારો આર્થિક સંકટમાં ઘેરાયા છે. વેપારીઓ અને કારખાનેદારોએ પણ હાથ ઊંચા કરી દઈને કારીગરોને નમ્રતાપૂર્વક સલાહ આપી છે કે જો દિવાળી પછી પરિસ્થિતિ ન સુધરે તો તેમણે પોતાના પરિવારના નિર્વાહ માટે અન્ય વિકલ્પો કે બીજા વ્યવસાયો શોધી લેવા જોઈએ.

વધુ વાંચો : સચિન તેંડુલકરે OpenAI સાથે કર્યો કરાર, ChatGPTના ઉપયોગ અને AIના ફાયદા વિશે લોકો સાથે અનુભવ શેર કરશે

સરકારી સ્તરે તાત્કાલિક પેકેજ અને ટ્રેન સ્ટોપેજ ફાળવવા માંગ

સ્થાનિક ઉદ્યોગકારો અને સંગઠનોની માંગ છે કે નવસારી રેલવે સ્ટેશન પર તાત્કાલિક ધોરણે ૧૫ થી ૨૦ જેટલી મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે, જેથી રેલવે કનેક્ટિવિટી સુધરે અને બહારના બાયર્સ ફરી નવસારી તરફ આકર્ષાય. આ સાથે જ નવસારીના ઐતિહાસિક હીરા ઉદ્યોગને સંપૂર્ણપણે ભાંગી પડતો અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આર્થિક રાહત કે યોગ્ય નીતિગત સહાય પૂરી પાડવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DiamondIndustry NavsariDiamondHub NavsariNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ