ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Sollfege Smart Electronicsનો IPO 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે; રૂ. 21.78 કરોડ એકત્ર કરવાનું કંપનીનું લક્ષ્ય

બિઝનેસ / Sollfege Smart Electronicsનો IPO 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે; રૂ. 21.78 કરોડ એકત્ર કરવાનું કંપનીનું લક્ષ્ય

Published By: Vishal Khamar

Last Updated: 05:36 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO થકી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ દ્વારા રિટેલ નેટવર્કનાં વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે

ADVERTISEMENT

Highlights :

  • Sollfege Smart Electronics IPO દ્વારા રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર રૂ. 21.78 કરોડ એકત્ર કરી રહી છે
  • IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ શરૂ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે
  • IPO 30 સપ્ટેમ્બરથી ખુલશે અને 5 ઓક્ટોબર, 2026નાં રોજ બંધ થશે, જ્યારે ઇક્વિટી શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે

કોલકાતા, 28 સપ્ટેમ્બર, 2026 : કોલકાતા સ્થિત સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલી Sollfege Smart Electronics Limited (“કંપની”)એ, તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ માટે સબસ્ક્રિપ્શન બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર, 2026નાં રોજ ક્લોઝ થશે. ઇક્વિટી શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 39,60,000 ઇક્વિટી શેર રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર ઓફર કરી રહી છે, જે કુલ રૂ. 21.78 કરોડ થાય છે.

રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરનો ઇશ્યૂ પ્રાઇસ એપ્લિકેશન વખતે ચૂકવવાનો રહેશે. આ ઇશ્યૂ માટેનો માર્કેટ લોટ 2,000 ઇક્વિટી શેરનો છે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 2.20 લાખ થશે. HNI રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 3.30 લાખ થશે. Finshore Management Services Ltd. આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે Kfin Technologies Ltd. ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

કંપની તેના રિટેલ નેટવર્કના વિસ્તરણને એક્સપાન્ડ કરવા માટે IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જેમાં 12 નવા શોરૂમ શરૂ કરવા માટે રૂ. 8.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તરણથી કંપનીની રિટેલ પ્રેઝન્સ મજબૂત થવાની અને ગ્રાહકો સુધી વધુ વ્યાપક પહોંચ બનાવવાની અપેક્ષા છે. આ સાથે, કંપનીના વધતા ઓપરેશન્સને સપોર્ટ કરવા માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે રૂ. 9.67 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. બાકીના રૂ. 1.80 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે, જે કંપનીને તેના એક્સપાન્શન પ્લાન્સ સાથે તેની વ્યાપક બિઝનેસ જરૂરિયાતોને સપોર્ટ કરવા માટે જરૂરી રિસોર્સ પૂરા પાડશે.

IPO અંગે વાત કરતાં Sollfege Smart Electronics Limitedનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં, Sollfegeએ પસંદગીનાં પ્રોડક્ટ પોર્ટફોલિયો અને અમારા Experience Centre આધારિત અભિગમ દ્વારા પ્રીમિયમ ઓડિયો, વીડિયો અને સ્માર્ટ હોમ ઓટોમેશન સોલ્યુશન્સ ગ્રાહકો સુધી પહોંચાડીને પોતાની ઓળખાણ બનાવી છે. અમારું માનવું છે કે પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટેડ લિવિંગની વધતી માંગ અમારા જેવા સ્પેશિયલાઇઝ્ડ પ્લેયર્સ માટે નવી તકો ઊભી કરે છે. અમારી સફરનાં આગામી તબક્કામાં પ્રવેશતા, અમારું ધ્યાન માર્કેટમાં અમારી હાજરી મજબૂત કરવા, ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવવા અને પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટ તથા સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં Sollfegeને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કરવા પર રહેશે.”

Sollfege Smart Electronics Limitedએ તેની નાણાકીય કામગીરીમાં સતત સુધારો દર્શાવ્યો છે, જેમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન પ્રોફિટેબિલિટી મજબૂત બની છે. કુલ આવક FY23માં રૂ. 12.74 કરોડથી વધીને FY24માં રૂ. 19.84 કરોડ અને ત્યારબાદ FY25માં રૂ. 21.28 કરોડ થઈ છે. EBITDA FY23માં રૂ. 0.66 કરોડથી વધીને FY24માં રૂ. 1.73 કરોડ અને FY25માં રૂ. 3.24 કરોડ થયું છે, જ્યારે સમાન સમયગાળા દરમિયાન પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 0.36 કરોડથી વધીને રૂ. 1.76 કરોડ અને ત્યારબાદ રૂ. 2.13 કરોડ થયું છે. કંપનીનું FY25નું પ્રદર્શન ઓપરેટિંગ પ્રોફિટેબિલિટીમાં મજબૂત સુધારો દર્શાવે છે, જેને ઊંચા EBITDA અને PATનો સપોર્ટ મળ્યો છે, કારણ કે કંપની તેના બિઝનેસને સતત વિસ્તારી રહી છે.

ગ્રાહકો વચ્ચે વધુ સારા હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવ અને વધુ સ્માર્ટ તથા કનેક્ટેડ લિવિંગ સ્પેસની માંગ Sollfege માટે નવી તકો ઊભી કરી રહી છે. આ સેગમેન્ટમાં પોતાના અનુભવ, સ્થાપિત Experience Centre મોડલ અને હોમ થિયેટર, હાઇ એન્ડ ઓડિયો, પ્રોજેક્ટર્સ તથા સ્માર્ટ ઓટોમેશન સુધી ફેલાયેલા પોર્ટફોલિયો સાથે કંપની વિવિધ માર્કેટમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા માટે સારી સ્થિતિમાં છે. કંપની પોતાના રિટેલ નેટવર્કનો વિસ્તાર અને ગ્રાહકો સુધી પોતાની પહોંચ મજબૂત કરતી વખતે, પોતાની વર્તમાન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા, પ્રીમિયમ હોમ સોલ્યુશન્સની વધતી માંગનો લાભ લેવા અને સતત વિકસતા સ્માર્ટ લિવિંગ તથા હોમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે.

About Sollfege Smart Electronics Limited

Sollfege Smart Electronics Limited is a Kolkata based company engaged in the business of premium audio, video and home automation solutions. Established in 2012, the Company started its journey with premium audio and video accessories and has since expanded its portfolio to include home theatre systems, high end audio, projectors, speakers and smart home automation solutions. Sollfege has also developed Experience Centres across select cities, offering customers an opportunity to explore and experience its range of products and solutions. With a focus on premium technology and personalised customer experiences, the Company caters to the evolving needs of consumers seeking enhanced home entertainment and connected living solutions.

સંકળાયેલા મુદ્દાઓ

Sollfege Smart Electronics IPO date Sollfege IPO price Sollfege IPO 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ