ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં જાહેર રોડ-ફૂટપાથ પર શાકભાજી-ફળનું વેચાણ નહીં કરી શકાય, રસ્તા પર લારી-પાથરણું ગેરકાયદે દબાણ ગણાશે
Last Updated: 12:45 PM, 29 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં રસ્તા પર શાકભાજી અને ફળની લારી મૂકીને વેપાર કરતા ફેરિયાઓ માટે હવે મુશ્કેલી વધી શકે છે. અત્યાર સુધી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા અને ફૂટપાથ પર લારીઓ ઉભી રાખીને શાકભાજી અને ફળનું વેચાણ થતું હતું. જેના કારણે ઘણી વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો પણ સામે આવતી હતી. હવે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે AMC દ્વારા રસ્તા પર ગમે ત્યાં શાકભાજી અને ફળ વેચવા સામે પરિપત્ર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ બાદ ફેરિયાઓએ તંત્ર દ્વારા ફાળવવામાં આવેલા શાકભાજી માર્કેટમાં જ વેપાર કરવાનો રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
AMCના નિયમ પ્રમાણે હવે રસ્તા કે ફૂટપાથ પર કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવશે તો તેને દબાણ તરીકે ગણવામાં આવશે. એટલે કે શાકભાજી અને ફળની લારી રસ્તા પર કે ફૂટપાથ પર ગમે ત્યાં ઉભી રાખીને વેપાર કરી શકાશે નહીં. તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી અને ફાળવવામાં આવેલી જગ્યાએ જ ફેરિયાઓએ પોતાનો વેપાર કરવાનો રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રસ્તા પર થતી અવ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ નિયમને લઈને VTVNEWS દ્વારા અમદાવાદના સ્થાનિક લોકોનો મત પણ જાણવામાં આવ્યો હતો. જેમાં કેટલાક લોકોએ AMCના આ પ્રયાસને આવકાર્યો છે, જ્યારે કેટલાક લોકોએ ફેરિયાઓ માટે યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. લોકોનું કહેવું છે કે રસ્તા પર શાકભાજી અને ફળની લારીઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ઘણી વખત હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા પર જગ્યા ઓછી થવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને તેના કારણે અકસ્માતની શક્યતા પણ વધી શકે છે.

ADVERTISEMENT
સ્થાનિક હસમુખ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, “આમ તો જે નિયમ બનાવ્યો છે એ નિયમનું પાલન કરવું જોઈએ. આ ટ્રાફિક અને અકસ્માત થાય છે તે નિયંત્રણમાં આવી શકે છે. શાકભાજીની લારીના કારણે લોકોને હાલાકી પહોંચે છે.” તેમના મતે જો રસ્તા પર લારીઓના કારણે થતી અડચણ દૂર થશે તો ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળી શકે છે.
ADVERTISEMENT

બીજા સ્થાનિક અરવિંદ મહેતાએ પણ તંત્રના નિર્ણયને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે ફેરિયાઓને ફાળવવામાં આવેલી જગ્યા પર જ ધંધો કરવો જોઈએ, જેથી સ્વચ્છતા પણ જળવાઈ રહે. રસ્તા પર ગમે ત્યાં લારીઓ ઊભી રાખવાથી માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ સ્વચ્છતાને લઈને પણ સમસ્યા ઊભી થતી હોવાનો તેમનો મત છે.
ADVERTISEMENT
જાહેર સૂચના | રસ્તા પર ફળ-શાકભાજીનું વેચાણ નહીં
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 28, 2026
અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજીનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે.
તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની વેચાણ પ્રવૃત્તિઓ AMC દ્વારા નિર્ધારિત શાકભાજી માર્કેટ (વેજીટેબલ માર્કેટ) તથા નિર્ધારિત… pic.twitter.com/kEIV3K5Lhi
જોકે, કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર રસ્તા પરથી લારીઓ હટાવવી પૂરતી નથી. સરકાર અને તંત્ર દ્વારા આ ફેરિયાઓને યોગ્ય જગ્યા પણ આપવામાં આવે તે જરૂરી છે. લોકોના મતે શાકભાજી અને ફળ વેચતા અનેક લોકોનો રોજગાર આ ધંધા પર આધારિત છે. તેથી તેમને સરકાર દ્વારા જગ્યા આપવામાં આવે તો તેમની રોજી-રોટી પણ ચાલી શકે અને તેમનું ગુજરાન પણ ચાલતું રહે. સાથે જ રસ્તા પર લારીઓ નહીં હોય તો ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 29, 2026
રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ વેચાણ નહીં કરી શકાય,
AMCના નિર્ધારિત માર્કેટમાં જ વેપાર કરવો પડશે, નિયમ તોડનાર સામે
દબાણ કાર્યવાહી, માલસામાન જપ્તી અને દંડ થશે, ટ્રાફિક અને નાગરિકોની
સલામતી માટે AMCએ સ્ટ્રીટ… pic.twitter.com/DIGc331vhi
અમદાવાદમાં AMCના નવા નિયમથી એક તરફ રસ્તા અને ફૂટપાથ પરનું દબાણ દૂર કરવાની દિશામાં પ્રયાસ થશે, તો બીજી તરફ ફેરિયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ મહત્વની બની રહેશે. હવે તંત્રના ફાળવેલા શાકભાજી માર્કેટમાં ફેરિયાઓ કેટલા પ્રમાણમાં જાય છે અને રસ્તા પરના દબાણ સામે AMC કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો