ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં હેરિટેજ જાળવણીની પોલ ખુલ્લી, 382માંથી 7 ઐતિહાસિક ઈમારતો તોડી પડાઈ

ગુજરાત / અમદાવાદમાં હેરિટેજ જાળવણીની પોલ ખુલ્લી, 382માંથી 7 ઐતિહાસિક ઈમારતો તોડી પડાઈ

Published By: Nidhi Panchal

Last Updated: 01:27 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઐતિહાસિક ઈમારતોને હેરિટેજનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ થતાં જ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોટ વિસ્તાર બહારની ૩૮૨ ઈમારતોના સ્થળ નિરીક્ષણ દરમિયાન ૭ ઐતિહાસિક ઈમારતો પહેલેથી જ તોડી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી સાત ઈમારતોના તોડી પાડ્યા બાદના કાટમાળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આવી સ્થાપત્ય વિરાસતોને વારસાનો દરજ્જો આપવામાં થયેલા ૧૨ વર્ષના વિલંબને ઉજાગર કર્યો છે. આ ઈમારતોને તોડી પાડવામાં આવી તે પહેલાં શહેરના કોટ વિસ્તારની બહાર આવેલી ૩૮૨ ઈમારતોને વારસાનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 24 ઓગસ્ટ, 2026ના રોજ મળેલી હેરિટેજ એન્ડ રિક્રિએશન કમિટીની બેઠકમાં આ 382 ઈમારતોને હેરિટેજ ટેગ આપવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ પણ દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ હેરિટેજ કમિટીએ જાહેર વાંધા અને સૂચનો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

Heritage-2

ત્યાર બાદ એએમસીના હેરિટેજ વિભાગે આ 382 હેરિટેજ ઈમારતોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તબક્કે જ જાણવા મળ્યું કે તેમાંથી સાત ઐતિહાસિક ઈમારતો પહેલેથી જ તોડી પાડવામાં આવી હતી. તોડી પાડવામાં આવેલી ઈમારતોમાં ગુજરાત કોલેજ કેમ્પસનો રેક્ટર બંગલો અને કોમર્સ કોલેજની ઈમારત સહિતની ઐતિહાસિક રચનાઓનો સમાવેશ થાય છે. અન્ય ઈમારતોમાં કાંકરિયા રોડ પરનું કલોલિયા વાડી મંદિર, મીઠાખળી ગામના વચલા વાસનો હેરિટેજ દરવાજો, સરખેજનો હેરિટેજ ચબૂતરો, સરખેજનું ત્રિપાઠી હાઉસ અને પરિમલ ગાર્ડન રોડ પરના હર્ષવર્ધન મંગલદાસ હાઉસનો સમાવેશ થાય છે.

કેટલાક કિસ્સામાં વારસો બચાવવાના પ્રયાસો સફળ રહ્યાા

એએમસીના એક અધિકારીએ જણાવ્યું કે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઈમારતોને બચાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એએમસીએ રાયખડના ઐતિહાસિક ગાયકવાડ હવેલી સંકુલની કેટલીક હેરિટેજ ઈમારતો તોડી પાડવામાં ન આવે તે માટે પોલીસને વિનંતી કરી હતી. પોલીસે તોડકામ અટકાવ્યું હતું. અન્ય એક કિસ્સામાં રાયખડ ક્રોસ રોડ નજીકની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા તોડી પાડવાના જોખમમાં હતી. AMCએ તેને તોડી પાડવાના બદલે તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી લેખિત વિનંતી કરી હતી, જેના પરિણામે ઈમારતને તોડી પાડવાના બદલે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું.

સર્કિટ હાઉસને તોડી પાડવાની કાર્યવાહી શરૂ

બીજા એક કિસ્સામાં રાજ્ય સરકારના રસ્તા અને મકાન વિભાગે શાહીબાગમાં આવેલા જૂના સર્કિટ હાઉસને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી, જોકે ઈમારત ઐતિહાસિક હોવાના કારણે એએમસીએ પત્ર લખીને કાર્યવાહી અટકાવવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ તોડકામની યોજના રદ કરવામાં આવી હતી. જોકે એએમસી પાસે હાલમાં એવી ઐતિહાસિક ઈમારતોને તોડી પાડતી અટકાવવાનો કાનૂની અધિકાર નથી, જે કેન્દ્ર અથવા રાજ્યની હેરિટેજ યાદીમાં સામેલ નથી.

આ પણ વાંચો : નવરાત્રી પહેલાં લો ગાર્ડનમાં ચોર સક્રિય, ‘ચણિયાચોળી બતાવો’ કહીને પર્સ-મોબાઇલની ચોરી

કોટ વિસ્તાર બહાર આશરે 400 ઐતિહાસિક ઈમારતો

એએમસીના એક અધિકારીએ જણાવ્યું છે કે કોટ વિસ્તારની બહાર આવેલી ઐતિહાસિક ઈમારતો અમદાવાદના ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આવી આશરે ૪૦૦ ઈમારતો છે. આમાં ફતેહવાડી ગામનો ફતેહબાગ પેલેસ, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત કોલેજ અને સર્કિટ હાઉસ જેવી ઈમારતોનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Heritage AMC Heritage Heritage Buildings

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ