ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાર્ટ ઈમર્જન્સીનો ચોંકાવનારો ટ્રેન્ડ, 2026માં 71,088 દર્દીઓને 108 એમ્બ્યુલન્સે પહોંચાડ્યા

ગુજરાત / હાર્ટ ઈમર્જન્સીનો ચોંકાવનારો ટ્રેન્ડ, 2026માં 71,088 દર્દીઓને 108 એમ્બ્યુલન્સે પહોંચાડ્યા

Published By: Nidhi Panchal

Last Updated: 02:22 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાર્ટ ઈમર્જન્સી હવે માત્ર વૃદ્ધો પૂરતી મર્યાદિત રહી નથી. 2026માં અત્યાર સુધીમાં ઈએમઆરઆઈ-108 એમ્બ્યુલન્સે હાર્ટ ઈમર્જન્સી બાદ 71,088 દર્દીઓને સારવાર માટે પહોંચાડ્યા છે. આંકડા મુજબ હાર્ટ ઈમર્જન્સીના 29 ટકા દર્દીઓ 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે, જ્યારે મહિલાઓમાં હાર્ટએટેક બાદ મૃત્યુનું જોખમ પુરુષોની સરખામણીમાં વધુ જોવા મળ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં હાર્ટ ઈમર્જન્સી હવે માત્ર વૃદ્ધો પૂરતી મર્યાદિત રહી નથી. 2026માં અત્યાર સુધીમાં ઈએમઆરઆઈ-108 એમ્બ્યુલન્સે હાર્ટ ઈમર્જન્સી બાદ 71,088 દર્દીઓને સારવાર માટે પહોંચાડ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીમાં આ સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે વિશ્લેષણ મુજબ દર 10માંથી ત્રણ હાર્ટ ઈમર્જન્સીના દર્દીઓ 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે.

heart-attack-final

EMRI-108ના ગુજરાતમાં 2026ના આંકડા મુજબ હાર્ટ ઈમર્જન્સીના દર્દીઓમાં 0થી 20 વર્ષના 5 ટકા, 21થી 40 વર્ષના 24 ટકા, 41થી 60 વર્ષના 39 ટકા અને 60 વર્ષથી વધુ વયના 32 ટકા દર્દીઓનો સમાવેશ થાય છે. ‘વિશ્વ હૃદય દિવસ’ દર વર્ષે 29 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. આ વર્ષે હૃદયની તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાનો સંદેશ ‘યુઝ હાર્ટ ફોર એક્શન’ છે, જે યોગ્ય પસંદગી કરવા અને હૃદયરોગથી બચવા માટે સક્રિય પગલાં ભરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે.

હાર્ટએટેકના જોખમમાં આ બાબતો સૌથી આગળ

  • EMRI-108ના આંકડા મુજબ હાર્ટ ઈમર્જન્સીના દર્દીઓમાં જીવનશૈલી સાથે જોડાયેલાં કેટલાંક જોખમી પરિબળો જોવા મળ્યાં છે.
  • 51 ટકા દર્દીઓએ જણાવ્યું કે તેઓ દરરોજ 30 મિનિટથી પણ ઓછી શારીરિક કસરત કરતા હતા.
  • 49 ટકા લોકોને ખાવાની અનિયમિત આદતો હતી, જેમાં નિયમિત સમય બહાર ખાવાનો પણ સમાવેશ થાય છે.
  • 47 ટકા લોકોને નસકોરાં બોલાવવાની આદત હતી.
  • 31 ટકા દર્દીઓએ હાર્ટએટેકના દિવસે અસામાન્ય શારીરિક શ્રમ કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં હેરિટેજ જાળવણીની પોલ ખુલ્લી, 382માંથી 7 ઐતિહાસિક ઈમારતો તોડી પડાઈ

મહિલાઓમાં હાર્ટએટેક વધુ જીવલેણ

હાર્ટએટેકમાં છાતીમાં દુખાવો અને પરસેવો આવવો એ સામાન્ય લક્ષણો માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ તમામ હાર્ટએટેકમાં એકસરખાં લક્ષણો જોવા મળતાં નથી. ખાસ કરીને પુરુષો અને મહિલાઓમાં લક્ષણોની તીવ્રતા અને સ્વરૂપ અલગ હોઈ શકે છે. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC)ના અભ્યાસ મુજબ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં હાર્ટએટેક બાદ મૃત્યુનું જોખમ વધુ જોવા મળ્યું છે. તેથી મહિલાઓમાં લક્ષણો ઓળખીને વહેલી સારવાર અને ઝડપથી હોસ્પિટલ પહોંચવું અત્યંત જરૂરી છે. અભ્યાસમાં 1,434 પુરુષો અને 314 મહિલાઓના હાર્ટએટેક બાદના કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તેમાં મહિલાઓમાં હાર્ટએટેક બાદ મૃત્યુદર 9.9 ટકા, જ્યારે પુરુષોમાં 4.9 ટકા નોંધાયો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Heart Emergency Gujarat 108

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ