ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીના સસ્તા ટૂર પેકેજની લાલચમાં ન ફસાશો, બુકિંગ પહેલાં ચકાસજો

ગુજરાત / દિવાળીના સસ્તા ટૂર પેકેજની લાલચમાં ન ફસાશો, બુકિંગ પહેલાં ચકાસજો

Published By: Nidhi Panchal

Last Updated: 02:34 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશમાં ફરવા જવાનું આયોજન કરી રહેલા પ્રવાસીઓ માટે સસ્તા ઓનલાઈન ટૂર પેકેજ અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા રીલ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જાણીતી ટ્રાવેલ સંસ્થાઓના નામનો ઉપયોગ કરીને આકર્ષક પેકેજની ઓફર આપી છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવ્યા છે.

ADVERTISEMENT

દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશમાં ફરવા જવાનું આયોજન કરી રહેલા પ્રવાસીઓને ઓનલાઈન જાહેર કરાતા સસ્તા ટૂર પેકેજ અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા રીલ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જાણીતી ટ્રાવેલ સંસ્થાઓના નામનો ઉપયોગ કરીને આકર્ષક અને ઓછા ખર્ચના પેકેજની ઓફર આપી લોકોને લલચાવવાના કિસ્સા સામે આવ્યા છે.

Tour-2

અજય મોદી ટ્રાવેલ્સ કંપની લિમિટેડના આલાપ મોદીએ જણાવ્યું છે કે તાજેતરમાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક છેતરપિંડી કરનારા એજન્ટો અમારી કંપની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેથી અમે સોશિયલ મીડિયા મારફતે લોકોને વાસ્તવિક હકીકતથી વાકેફ કરી રહ્યા છીએ. આલાપ મોદીએ જણાવ્યું કે કેટલાક પ્રવાસીઓને શરૂઆતમાં સસ્તા પેકેજની ઓફર કરવામાં આવે છે, પરંતુ તે પછી તેમને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. સસ્તા લેન્ડ પેકેજની ઓફર કર્યા બાદ પ્રવાસ દરમિયાન વિવિધ રીતે પ્રવાસીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવે છે.

‘એર-ટ્રેન ટિકિટ જાતે બુક કરો’ કહી વધારાના ચાર્જની માગણી

આવા કિસ્સામાં પ્રવાસીઓને અંતે પોતાની એરલાઇન અથવા ટ્રેનની ટિકિટ જાતે જ બુક કરવાનું કહેવામાં આવે છે. જ્યારે પ્રવાસીઓ ટિકિટ બુક કરવામાં અસમર્થતા વ્યક્ત કરે છે ત્યારે તેમની પાસેથી ભારે ચાર્જની માગણી કરવામાં આવી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ની ગુજરાત શાખાના ચેરમેન દિલીપ મસરાણીએ જણાવ્યું છે કે ઓનલાઈન સસ્તા પેકેજની આકર્ષક ઓફરથી લલચાઈને બુકિંગ કરતાં પહેલાં એજન્ટ કોઈ વિશ્વસનીય સંસ્થા સાથે સંકળાયેલો છે કે નહીં તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. મસરાણીએ વધુમાં જણાવ્યું કે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ટ્રાવેલ એજન્ટો અને ટૂર ઓપરેટરોને સભ્ય બનાવતાં પહેલાં તેમની વિશ્વસનીયતા અને વિગતોની ચકાસણી કરે છે. તેનાથી છેતરપિંડીભર્યા બુકિંગનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો : હાર્ટ ઈમર્જન્સીનો ચોંકાવનારો ટ્રેન્ડ, 2026માં 71,088 દર્દીઓને 108 એમ્બ્યુલન્સે પહોંચાડ્યા

બુકિંગ પહેલાં આટલું જાણવું જરૂરી

  • ઓપરેટરની વિગતો તપાસોઃ તેની વિશ્વસનીયતા, સંસ્થા સાથેનું જોડાણ અને અગાઉનો ટ્રેક રેકોર્ડ ચેક કરો.
  • પેકેજમાં શું સામેલ છે તે સ્પષ્ટ કરોઃ ફ્લાઇટ કે ટ્રેન, હોટલ, ટ્રાન્સફર અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે કે નહીં તે જાણી લો.
  • કુલ ખર્ચનું લેખિત વિભાજન મેળવોઃ કુલ પેકેજ ખર્ચ ઉપરાંત કોઈ વધારાના ચાર્જ છે કે નહીં તેની લેખિત વિગતો મેળવો.
  • ભ્રામક વાતોમાં ફસાશો નહીંઃ માત્ર સોશિયલ મીડિયા રીલ કે ઓનલાઈન જાહેરાત જોઈને એડ્વાન્સ ચૂકવશો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Travel Fraud Online Booking Diwali Tour Package

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ