ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ₹50 લાખની ગ્રાન્ટમાંથી ₹25.36 લાખની ગેરરીતિ, પ્રિન્સિપાલ સામે શિક્ષણ વિભાગનો કડક નિર્ણય
Last Updated: 06:58 PM, 29 September 2026
ADVERTISEMENT
ગુજરાત ઉત્સવ અને શિક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની આઝાદીકાળની ખ્યાતનામ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ (ડી.એચ.) સરકારી કોલેજના આચાર્ય પરેશકુમાર નવતમલાલ રાવલને નાણાકીય કૌભાંડ અને સત્તાના દુરુપયોગ બદલ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી સેવામાંથી ડિસમિસ (રૂખસદ) કરવામાં આવ્યા છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના આદેશ બાદ શિક્ષણ વિભાગના ઉપસચિવ કે. આઈ. સોલંકી દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ જાહેર કરાયો છે. રાજકોટની AMP લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુધ્ધભટ્ટીને ડી. એચ. કોલેજના આચાર્ય તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસ અહેવાલ મુજબ, પરેશ રાવલ વર્ષ 2011 થી 2018 દરમિયાન કચ્છની રાપર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ભુજની આર.આર. લાલન કોલેજ ખાતે કાર્યકારી આચાર્ય (વર્ગ-1) તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાના 6 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. વિશેષ તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2016માં RUSA (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન) હેઠળ કોલેજને રૂ. 50 લાખની ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટમાંથી નિયમાનુસાર ખર્ચની કોઈ જ પ્રક્રિયા કે ટેન્ડરિંગ અનુસર્યા વિના વર્ક ઓર્ડર્સ આપી દેવાયા હતા અને રૂ. 25,36,772 નો બેફામ ખર્ચ દર્શાવી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી.
ADVERTISEMENT
RUSA ગ્રાન્ટમાં ગોલમાલ: રૂ. 50 લાખની સત્તાવાર ગ્રાન્ટમાંથી રૂ. 25.36 લાખનો નિયમવિરુદ્ધ ખર્ચ.
રેકોર્ડ અને બોગસ વાઉચર્સ: કેશબુક ન લખવી, ડેડસ્ટોક રજિસ્ટર ગાયબ કરવું અને PLA વાઉચર્સ ગુમ કરવા.
ADVERTISEMENT
ડબલ પેમેન્ટનું કૌભાંડ: ઓગસ્ટ-સેપ્ટેમ્બર 2017 દરમિયાન જીમ સાધનોના એક જ કામ માટે એક જ એજન્સીને PLA એકાઉન્ટમાંથી બે વાર ચૂકવણું કરી દેવાયું.
પસ્તી વેચાણના નાણાં ચાવ્યા: કોલેજની પસ્તી વેચાણથી આવેલી રકમ સરકારી ચલણ દ્વારા ખજાનામાં જમા ન કરાવી.
ADVERTISEMENT
અમાન્ય બિલોનું ચૂકવણું: વર્ષ 2014માં તિજોરી કચેરીએ અમાન્ય રાખેલું TA બિલ વર્ષ 2015માં ગેરકાયદે PLA એકાઉન્ટમાંથી મંજૂર કરી ઉપાડી લીધું.
બસ ભાડાના બિલોમાં ગોલમાલ: એજ્યુકેશન ફેર માટે ભુજથી અમદાવાદ બસના ભાડા અને ટોલટેક્સની સ્લીપમાં બસ નંબરોની વિસંગતતા હોવા છતાં ચકાસણી કર્યા વિના જ બિલ પાસ કરી દેવાયા.
ADVERTISEMENT
સરકારી ખરીદનીતિના ઉલ્લંઘન અને નાણાકીય અનિયમિતતાના તમામ પુરાવાઓ સઘન તપાસમાં સાબિત થતાં રાજ્ય સરકારે 'ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971' હેઠળ કડક આકરા પગલાં ભરીને પ્રિન્સિપાલને નોકરીમાંથી બરતરફ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ