ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં શાકભાજી વેચનારાએ ચલણી નોટો છાપવાનું શરુ કર્યું, પોલીસે પાડ્યો ખેલ પર 'પડદો'

ક્રાઈમ / રાજકોટમાં શાકભાજી વેચનારાએ ચલણી નોટો છાપવાનું શરુ કર્યું, પોલીસે પાડ્યો ખેલ પર 'પડદો'

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:52 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પોલીસે શાકભાજીનો ધંધો કરનાર એક શખ્સની ધરપકડ કરી છે જેણે નકલી ચલણી નોટો બનાવાનું શરુ કર્યું હતું.

ADVERTISEMENT

રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારના રહેણાંક મકાનમાં રહી શાકભાજીનો વેપાર કરતા શખ્સે આર્થિક ભીંસ દૂર કરવા શોર્ટકર્ટનો રસ્તો અપનાવી નકલી ચલણી નોટો બનાવવાની શરૂઆત કરી હતી જો કે બનાવ અંગે જાણ પોલીસને થતા રાજકોટ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.100 અને રૂ.500ના ડરની નકલી ચલણી નોટો તેમજ પ્રિન્ટર સહીત 65,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રીલ્સ જોઈને ચલણી નોટો બનાવાનું શીખ્યો

પોલીસ તપાસમાં આરોપી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોત હતો આ દરમિયાન તેને નકલી ચલણી નોટ બનાવવામાટે એક રીલ જોવ મળી હતી જે રીલ મારફત એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરી ટેલિગ્રામ મારફત વાતચીત કરી નકલી ચલણી નોટ બનાવતા શીખી આ બાદમાં જરૂરિયાત મુજબ નોટ બનાવી અને તેને વટાવવા શરૂઆત કરી હતી. હાલ પોલીસે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પોતાના ઘરે જ નોટો છાપવાનું શરુ કર્યું

રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ સંયુક્ત બાતમી મળી હતી કે માડા ડુંગર વિસ્તારમાં શ્યામ કિરણ પાર્ક શેરી નંબર 3માં આવેલ મકાનમાં કિશન સોલંકી પોતાના ઘરની અંદર નકલી ચલણી નોટો છાપવાનું કામ કરે છે જેથી પોલીસે દરોડો પાડી ઝડતી લેતા રૂ.100 અને રૂ.500ના દરની ચલણી નોટો મળી આવી હતી જેમાં રૂ.100ના દરની 216 નોટ તથા રૂ.500ના દરોની 3 નોટ તેમજ સીપીયુ, એક મોનીટર, બે પ્રીન્ટર, લેમિનેટર હિટર મશીન, બટર પેપર તથા રૂ.100ના દરની પ્રીન્ટ વાળા કાગળો સહીત 65,500નો મુદામાલ કબ્જે કરી આરોપી કિશન સોલંકીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો : ‘ગુજ્જુ લવગુરુના અકસ્માત સ્થળે લોકો અગરબત્તી-પાણી ચઢાવવા લાગ્યાં, ખજૂરભાઈએ કહ્યું-અંધશ્રદ્ધા ન ફેલાવો

આરોપીએ શું કરી કબૂલાત?

પોલીસન પ્રાથમિક પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે પોતે શાકભાજીની લારી ચલાવે છે અને આર્થિક ભીંસ દૂર કરવા માટે તે શોર્ટકર્ટ રસ્તો અપનાવ્યો હતો. આરોપી કિશન ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હતો આ દરમિયાન રૂપિયા 500 અને 100ની નોટ છાપવા માટે રીલ દેખાઈ હતી જેથી તે એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરી તેની સાથે ટેલિગ્રામ મારફત સંપર્કમાં આવી કેવી રીતે ચલણી નકલી નોટ બનાવી શકાય તેની તાલીમ મેળવી હતી અને બાદમાં તેને પોતાના ઘરે જ રૂપિયા 100 અને 500ના દરની નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી દ્વારા આ ચલણ નોટોનું વેચાણ કરવામાં આવતું ન હતું પરંતુ તેને છેલ્લા 4-5 મહિના દરમિયાન રૂપિયા 100ના દરની અંદાજિત 40 જેટલી નોટ જુદી જુદી જગ્યાએ વટાવી હોવાનુ પણ સામે આવ્યું છે. જયારે આરોપી કિશન દ્વારા નકલી નોટ છાપવા માટે જેમની પાસે તાલીમ મેળવી તે શખ્સ રૂપિયા 10,000ની નકલી ચલણી નોટ સામે રૂપિયા 3000 આપ્યા હોવાનું જણાવતા પોલીસે નકલી નોટ બનાવતા શિખવાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં આરોપી દ્વારા કેટલા સમયથી આ નકલી ચલણી નોટ છાપતો હતો, અત્યાર સુધીમાં કેટલા કેટલા રૂપિયાના દરની ચલણી નોટ છાપી છે, છાપેલી નકલી ચલણી નોટ કોને કોને આપી છે તેમજ આ કારસ્તાનમાં તરની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતની દિશામાં તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ