ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષના બાળકનું મોત, લિફ્ટ અને દરવાજાના સળિયા વચ્ચે માથું ફસાયું
Last Updated: 08:03 PM, 29 September 2026
ADVERTISEMENT
નાના છોકરાઓને લિફ્ટમાં કદી પણ એકલા ન મોકલવા જોઈએ તેમની સાથે ગમે ત્યારે ગમે તેવું બની શકે છે. અનેક ચેતવણીઓ અને અપીલ છતાં પણ લોકો સુધરતા નથી અને તેનું પરિણામ ભયાનક આવતું હોય છે. અમદાવાદના નારોલ સ્થિત શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષીય બાળકનું મોત થયું હતું.
ADVERTISEMENT
ઘરેથી ટ્યૂશન જતો હતો ત્યારે બની ઘટના
છોકરો જ્યારે ઘરેથી ટ્યૂશન જતો હતો ત્યારે લિફ્ટ નીચે પછડાઈ હતી અને તેનું માથું લોખંડના દરવાજાની વચ્ચે ફસાઈ ગયું હતું અને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. બનાવને પગલે સ્થાનિકો અને પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
લિફ્ટ ખૂબ ખરાબ હતી, રજૂઆત છતાં રિપેર ન કરાઈ
સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, ઘણા સમયથી આ લિફ્ટ ખરાબ હાલતમાં હતી. આ અંગે બિલ્ડરને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સમારકામ કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઘટના બાદ પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મનાઈ કરી અને ન્યાયની માગણી કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરિવારને સમજાવી મૃતદેહ પીએમ અર્થે મોકલી આપી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
છોકરાઓ લિફ્ટનો ઉપયોગ રમકડાંની જેમ કરી રહ્યાં છે
ADVERTISEMENT
આજકાલ નાના છોકરાઓ પણ લિફ્ટમાં એકલા જ અવરજવર કરતાં હોય છે અને તેઓ આડેધડ બટન દબાવતા હોય છે. બાળકો લિફ્ટનો રમકડાંની જેમ ઉપયોગ કરતા પણ જોવા મળી રહ્યાં છે આને કારણે ગંભીર દુર્ઘટના બની શકે છે. વાલીઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.