ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રૂ. 60 હજારની આઈટી જોબ છૂટતા બન્યો બાઈક ચોર: MBA પાસ યુવકને મુંડને કરાવ્યો જેલહવાલે

ગુજરાત / રૂ. 60 હજારની આઈટી જોબ છૂટતા બન્યો બાઈક ચોર: MBA પાસ યુવકને મુંડને કરાવ્યો જેલહવાલે

Published By: Pravin Joshi

Last Updated: 07:31 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સોલા પંથકમાં આઈટી કંપનીની ₹60,000 ની નોકરી ગુમાવ્યા બાદ પોતાના મોજશોખ પૂરા કરવા વાહન ચોરીના માર્ગે ચડેલા MBA ના વિદ્યાર્થીની સોલા પોલીસે ધરપકડ કરી છે.

ADVERTISEMENT

જેના હાથમાં કોર્પોરેટ ઓફિસની કી-બોર્ડ અને MBA ની ડિગ્રી હોવી જોઈતી હતી, તે યુવક આજે પોલીસ સ્ટેશનના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. અમદાવાદના પોશ ગણાતા સોલા વિસ્તારમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલવા નીકળેલી પોલીસના હાથે એક એવો શાતિર ચોર ઝડપાયો છે જે ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. આઈટી ક્ષેત્રે અધધ રૂ. ૬૦ હજારનો માસિક પગાર મેળવતો આ યુવક નોકરી છૂટી ગયા બાદ પોતાના વિલાસી મોજશોખ પૂર્ણ કરવા માટે બાઈક ચોર બની ગયો હતો.

didha - 2026-09-29T193000.668

ટોપી નીચે છુપાયેલું મુંડન બન્યું પકડાવવાનું મુખ્ય કારણ

સોલા પોલીસ મથકના પીઆઈ કે.એન. ભૂકણના જણાવ્યા અનુસાર, ચાણક્યપુરી વિસ્તારમાંથી એક રહેવાસીની બાઈક ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. એક ફૂટેજમાં માથે ટોપી પહેરેલો એક શંકાસ્પદ યુવક ચોરાયેલી બાઈક લઈને જતો નજરે પડ્યો હતો. બારીકાઈથી તપાસ કરતા માલૂમ પડ્યું કે ટોપી નીચે યુવકે માથાનું મુંડન કરાવેલું હતું.

આ શંકાસ્પદ શખસ ચોરી કર્યા બાદ ચાણક્યપુરીના જ આંતરિક વિસ્તારમાં ગાયબ થઈ જતો દેખાતા પોલીસે સ્થાનિક કક્ષાએ ગુપ્ત તપાસ અને ડોર-ટુ-ડોર પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાણક્યપુરીના જ એક ભાડાના મકાનમાં મુંડન કરાવેલો યુવક રહેતો હોવાની સચોટ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી દર્શન તિરગર (ઉં.વ. 25) નામના યુવકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાયેલી બાઈક કબજે કરી હતી.

didha - 2026-09-29T193045.856

હાઈફાઈ લાઈફસ્ટાઈલ અને ફોર-વ્હીલર પણ બોજ બની ગયા

મૂળ હિંમતનગરનો વતની અને હાલ અમદાવાદમાં રહી MBA નો અભ્યાસ કરતો દર્શન અગાઉ એક જાણીતી આઈટી કંપનીમાં રૂ. ૬૦,૦૦૦ ના માસિક પગારે નોકરી કરતો હતો. જોકે, કોઈ કારણોસર નોકરી છૂટી જતાં તેણે ગુજરાન ચલાવવા 'બ્લિંકિટ' કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ શરૂ કર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દર્શન પાસે પોતાની ચાર પૈડાં વાળી (ફોર-વ્હીલર) કાર પણ છે. પરંતુ નોકરી છૂટી જતાં અને ડિલિવરી બોય તરીકે થતી મર્યાદિત આવકમાં તેના મોટા ખર્ચા અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ પૂરી થઈ શકતી ન હતી. પોતાના વૈયક્તિક મોજશોખ જાળવી રાખવા માટે તેણે ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવા અથવા જરૂરિયાતો પૂરી કરવા વાહન ચોરીનો અટકચાળો માર્ગ અપનાવ્યો હતો.

વધુ વાંચો : સચિન તેંડુલકરે OpenAI સાથે કર્યો કરાર, ChatGPTના ઉપયોગ અને AIના ફાયદા વિશે લોકો સાથે અનુભવ શેર કરશે

દુરાચારથી કંટાળી પરિવારે પણ સાથ છોડ્યો

પોલીસે જ્યારે ઘટના અંગે હિંમતનગર ખાતે રહેતા દર્શનના પરિવારનો સંપર્ક કર્યો, ત્યારે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેની અયોગ્ય આદતો અને વર્તણૂકથી કંટાળીને પરિવારે અગાઉથી જ તેનાથી અંતર જાળવી લીધું હતું. પોલીસે ધરપકડની જાણ કરી છતાં પરિવારે તેને મળવા કે કોઈ મદદ કરવા માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

હાલમાં સોલા પોલીસે દર્શન વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અગાઉ શહેરના અન્ય કોઈ વિસ્તારોમાં વાહન ચોરી કે અન્ય ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ, તે દિશામાં પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SolaPolice CrimeNews AhmedabadNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ