ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:53 AM, 30 September 2026
1/7
શુક્રને વૈદિક જ્યોતિષમાં ધન, વૈભવ, પ્રેમ, સુંદરતા, ભાગીદારી અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર શુક્ર વક્રી થાય ત્યારે તેના પ્રભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. તેની અસર પ્રેમ સંબંધો, ખર્ચ, સુખ-સુવિધા અને વેપાર સાથે જોડાયેલા નિર્ણયોમાં જોવા મળી શકે છે. તમામ રાશિઓ પર તેની અસર થશે, પરંતુ 4 રાશિઓએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
2/7
શુક્રની વક્રી ચાલ દરમિયાન સિંહ રાશિના જાતકોના ભાઈ-બહેન અથવા સહકર્મીઓ સાથે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ અને મોંઘી વસ્તુઓની ખરીદીથી બચવું યોગ્ય રહેશે. કાર્યસ્થળે વાતચીત કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી કોઈ વાત સામેની વ્યક્તિને ખરાબ લાગી શકે છે, તેથી ગુસ્સામાં કે ઉતાવળમાં બોલવાનું ટાળવું.
ADVERTISEMENT
3/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ દરમિયાન અચાનક ખર્ચ વધી શકે છે. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલા વિચારવું જરૂરી રહેશે, કારણ કે પૈસા અટવાઈ જવાની સ્થિતિ બની શકે છે. આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. કોર્ટ-કચેરી કે કાયદાકીય મામલામાં ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે.
4/7
ADVERTISEMENT
5/7
મીન રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ વૈવાહિક જીવન અને ભાગીદારીના કામમાં તણાવ લાવી શકે છે. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે કોઈ વાત છુપાવવાને બદલે પારદર્શિતા રાખવી જરૂરી રહેશે. જૂની વાતો ફરીથી ચર્ચામાં આવવાથી મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગુસ્સા કરતાં શાંતિ અને ધીરજથી કામ લેવું ફાયદાકારક રહેશે.
6/7
જ્યોતિષીય માન્યતા અનુસાર શુક્રની વક્રી ચાલ દરમિયાન દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને સફેદ મીઠાઈનો ભોગ પણ ધરાવી શકાય છે.આ સમય દરમિયાન દરરોજ 'ૐ શું શુક્રાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત શુક્રવારે ચોખા, દૂધ, દહીં, સાકર અથવા સફેદ વસ્ત્રોનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકાય છે. નોંધનીય છે કે આ ઉપાયો જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ