ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 15થી વધુ ઝૂંપડામાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દેખાતા અફરાતફરી, જાનહાનિ ટળતાં રાહત
Last Updated: 08:15 AM, 30 September 2026
ADVERTISEMENT
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં બુધવારે સવારે અચાનક એવી ઘટના બની કે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કિસ્મત ચોકડી પાસે આવેલી ટેકરી પરથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. થોડી જ વારમાં સામે આવ્યું કે ટેકરી પર આવેલા ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક પછી એક ઝૂંપડાં તેની લપેટમાં આવવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

મળતી માહિતી પ્રમાણે, કિસ્મત ચોકડી ટેકરી પર આવેલા 15થી વધુ ઝૂંપડાંમાં આ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. આગ વધુ ફેલાય તે પહેલાં તેને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ દરમિયાન વાસણા ફાયર સ્ટેશનને આગ અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયર ટીમે ભારે જહેમત કરી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
આગ કાબૂમાં આવ્યા બાદ પણ ફાયર ફાઇટરોની કામગીરી પૂરી થઈ ન હતી. ઝૂંપડાંના પતરા સહિતનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ છે કે કેમ અથવા આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે જાણવા માટે ફાયર ફાઇટરો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુધીની માહિતી પ્રમાણે સદનસીબે કોઈ જાનહાની સામે આવી નથી. આગના કારણે ઝૂંપડાંમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ઝૂંપડાંમાં રહેલી વસ્તુઓને મોટું નુકસાન થયું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈને વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, “અમને 10:54ની આસપાસ કોલ મળ્યો હતો. અમે તરત કિસ્મત ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટી તરફ પહોંચ્યા હતા. દૂરથી જ આગ દેખાતી હતી અને આગ વિકરાળ સ્વરૂપમાં હતી. જેથી અમે તાત્કાલિક ફાયર ગાડીથી પાણીનો મારો શરૂ કરી દીધો હતો.”
ADVERTISEMENT

નંદકિશોર સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, “પાણીનો મારો શરૂ કરીને આગને કંટ્રોલમાં લઈ લેવામાં આવી છે. હવે ઝૂંપડપટ્ટીનાં જે છાપરાં હતાં, તેની નીચે શું છે અને શું નથી તેનું સર્ચ ઓપરેશન ચાલુ છે. કોઈ જાનહાની થઈ છે કે નહીં તે પણ તપાસી રહ્યા છીએ.” શરૂઆતમાં આશરે 8થી 10 ઝૂંપડાં હોવાની માહિતી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે ઘટનાસ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખીને પતરાં સહિતનો કાટમાળ હટાવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગની લપેટમાં આવેલા ઝૂંપડાંના પતરા અને કાટમાળ હટાવીને કોઈ વ્યક્તિ અંદર ફસાઈ નથી ને તેની ખાતરી કરવામાં આવી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ આગના કારણે ઝૂંપડાંમાં રહેતા લોકોની ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હવે આગ કયા કારણસર લાગી અને કેટલું નુકસાન થયું છે તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.