બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે આધારથી ફ્રોડનો ડર ગયો, આ રીતે લોક કરો પોતાનો ડેટા
Last Updated: 08:48 PM, 16 June 2026
આધાર કાર્ડ બેંકિંગ, સરકારી યોજનાઓ, મોબાઇલ સિમ કાર્ડ, ગેસ કનેક્શન અને બીજી અનેક સેવાઓ માટે માંગવામાં આવે છે. આથી આધારની સિક્યુરીટી ખુબ મહત્વની બની જાય છે. જો કોઈ ખોટું કરનાર તમારા બાયોમેટ્રિક ડેટા, જેમ કે ફિંગરપ્રિન્ટ્સ કે ફેસ ઓથેન્ટિકેશનની ઍક્સેસ મેળવે છે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આ જોખમને ઘટાડવા માટે UIDAI એ આધાર એપમાં એક ખાસ સુવિધા સામેલ કરી છે, જે યુઝર્સને કોઈ પણ સમયે તેમના બાયોમેટ્રિક્સને લોક અને અનલોક કરવાની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
આ સુવિધા માટે સાયબર એક્સપર્ટની જરૂર નથી. તમારા મોબાઇલ ફોન પર આધાર એપનો ઉપયોગ કરીને તમે થોડા સરળ પગલાંમાં તમારા ફિંગરપ્રિન્ટ્સ અને ફેસ ઓથેન્ટિકેશનને સિક્યોર કરી શકો છો. જો તમે રોજિંદા કાર્યો માટે આધારનો ઉપયોગ કરો છો તો આ ફીચર ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આધાર બાયોમેટ્રિક્સ લોક એક સિક્યુરિટી ફીચર છે જે તમારા ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અને ફેસ ઓથેન્ટિકેશનને અસ્થાયી રૂપે ડિસેબલ કરે છે. જ્યાં સુધી બાયોમેટ્રિક્સ લોક હોય ત્યાં સુધી કોઈ પણ આધાર બેસ્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી શકતું નથી. મતલબ કે જો કોઈ તમારો આધાર નંબર જાણતું હોય તો પણ તેઓ તમારા ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઓળખ ચોરી અને ફ્રોડના કેસોમાં મોટો ઘટાડો કરી શકે છે.

ADVERTISEMENT
આ ફીચર UIDAI દ્વારા પૂરી પાડવામાં આવેલ આધાર એપમાં આપવામાં આવી છે. જેમાં યુઝર્સ માત્ર એપમાં લોગ ઇન કરીને બાયોમેટ્રિક્સ લોક ઓપ્શન પસંદ કરવાની જરૂર છે. OTP વેરિફિકેશન પૂરૂ કર્યા બાદ તમારો બાયોમેટ્રિક ડેટા લોક થઈ જાય છે. એકવાર લોક થઈ ગયા બાદ કોઈ પણ તમારા ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે નહીં.
ADVERTISEMENT
આ ફીચર વિશે સૌથી સારી વાત એ છે કે તેને કોઈપણ સમયે અનલોક કરી શકાય છે. મતલબ કે, તમારે બેંક, સરકારી સેવા કે બીજી આધાર-બેસ્ડ વેરિફિકેશન કરવાની જરૂર છે તો તમે આધાર એપ ખોલી શકો છો અને થોડી સેકંડમાં તમારા બાયોમેટ્રિક્સને અનલોક કરી શકો છો. એકવાર કામ પૂરૂ થઈ જાય પછી તમે તેને ફરીથી લોક કરી શકો છો.
ADVERTISEMENT
જો તમે આધારનો ઉપયોગ કરો છો તો આ ફીચર ફાયદાકારક છે. જેમાં સિનિયર સિટીઝન્સ, ઓનલાઈન બેંકિંગ યુઝર્સ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને જેઓ વારંવાર ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરે છે તેઓએ તેને એક્ટિવ રાખવું જોઈએ. આ આધાર ડેટાની સિક્યુરિટીને વધુ મજબૂત બનાવે છે.
ADVERTISEMENT
સાયબર ગુનેગારો ઘણીવાર લોકોની પર્સનલ માહિતીનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. પણ આધાર સુરક્ષાના અનેક લેયરો દ્વારા સુરક્ષિત હોય છે, બાયોમેટ્રિક્સ લોક ફીચર સુરક્ષાના વધારાના લેયરને એડ કરે છે. આ ઓનલાઈન ફ્રોડ અને ઓળખ સંબંધિત જોખમોને ઘટાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.