બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું તમને ખબર છે Flight Modeના છે આ 3 કમાલના ફાયદા?
Last Updated: 07:14 PM, 16 June 2026
તમે વર્ષોથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, પરંતુ આજે પોતાને પૂછો: શું તમે તેમાં આવતી દરેક સુવિધાથી પરિચિત છો? આવી જ એક સુવિધા 'Flight Mode' છે, જેને 'Airplane Mode' તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને આ સુવિધા દરેક સ્માર્ટફોન પર મળશે. જ્યારે ઘણા લોકો માને છે કે તે ફક્ત વિમાનમાં મુસાફરી કરતી વખતે ઉપયોગ માટે છે, પરંતુ એવું નથી. તેનો ઉપયોગ ફક્ત હવાઈ મુસાફરી ઉપરાંત અન્ય વિવિધ હેતુઓ માટે પણ થઈ શકે છે.
ADVERTISEMENT
શું હોય છે Airplane Mode?
એરપ્લેન મોડએ એક ફીચર છે જે ફક્ત ફોન પર જ નહીં, પણ ટેબ્લેટ અને લેપટોપ પર પણ જોવા મળે છે. તે એક એવી સેટિંગ છે જે Wi-Fi, સેલ્યુલર ડેટા અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી બધી વાયરલેસ ટ્રાન્સમિશન સુવિધાઓને તાત્કાલિક બંધ કરે છે. આ સુવિધા મુખ્યત્વે ડિવાઇસને એવા સિગ્નલો ના મોકલે જે વિમાનના કમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમમાં રુકાવટ કરી શકે છે.
ADVERTISEMENT
Flight Modeના આ છે ફાયદા
ફ્લાઇટ મોડ તમારા મોબાઇલ ફોન સુધી પહોંચતા બધા વાયરલેસ સિગ્નલોને રોકે છે. જો કોઈ ચોક્કસ વિસ્તારમાં નેટવર્ક સિગ્નલ નબળું હોય, તો ફોન સતત સિગ્નલ શોધે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં, એરપ્લેન મોડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, તેને ચાલુ કરવાથી સિગ્નલ શોધવાની પ્રક્રિયા અટકી જાય છે અને બેટરી પાવર અમુક હદ રીતે બચે છે.
ADVERTISEMENT

ઘણા લોકો તેમના ફોન ચાર્જ કરતી વખતે ઇન્ટરનેટ અને લોકેશન જેવી સુવિધાઓ ચાલુ રાખે છે. જો કે, જો તમે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરવા માંગતા હોય, તો તમારે પ્રક્રિયા દરમિયાન એરપ્લેન મોડ ચાલુ કરવો જોઈએ. કહેવાય છે કે આ મોડને ઓન કરવાથી સામાન્ય ચાર્જિંગની તુલનામાં ચાર્જિંગ સ્પીડ 20 થી 25 ટકા વધે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માત્ર ગીતો સાંભળવા માટે નહીં! ઈયરબડ્સના આ ફીચર્સ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
બાળકોને ગેમ રમવા કે વીડિયો જોવા માટે ફોન આપતી વખતે એવું જોખમ રહેલું છે કે તેઓ ભૂલથી કોઈ એવા ફીચર ના દબાવી દે જે સેટિંગ્સમાં ફેરફાર કરે છે અથવા કૉલ કરે છે. આને રોકવા માટે, તેમને ફોન આપતા પહેલા એરપ્લેન મોડ ચાલુ કરો. આ મોબાઇલ ડેટાને બંધ કરે છે, જેનાથી તેઓ ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકતા નથી અથવા કૉલ કરી શકતા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.