ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યભરમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરનું ચેકિંગ, 2.12 લાખ કિલો/લીટર વધુ ખાદ્યપદાર્થ પકડાયો

કાર્યવાહી / રાજ્યભરમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરનું ચેકિંગ, 2.12 લાખ કિલો/લીટર વધુ ખાદ્યપદાર્થ પકડાયો

Published By: Vishal Khamar

Last Updated: 05:01 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ઘી, ખાદ્યતેલ, દૂધ અને પનીરનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

કેટલો જથ્થાનો નાશ કરાયો

તપાસ દરમિયાન ઘીનો 39,787 કિલો જથ્થો, ખાદ્ય તેલનો 1,67,256.60 કિલો/લિટર જથ્થો, દૂધ અને દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો જથ્થો તેમજ પનીરનો 5,229 કિલો જથ્થો મળી કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ કામગીરી દરમિયાન ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2,38,72,200, ખાદ્ય તેલની રૂ. 3,34,51,320, દૂધ અને દૂધજન્ય પદાર્થોની રૂ. 47,250 તેમજ પનીરની રૂ. 15,68,700 મળી કુલ અંદાજિત રૂ. 5,89,39,470 (રૂ. 5.89 કરોડથી વધુ) કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ક્યાં જિલ્લાઓમાં કાર્યવાહી હાથ ધરાઈ

આ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તથા ખુલ્લા વેચાણમાં રહેલા ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રીએ શું કહ્યું

આરોગ્ય મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદાના અમલીકરણ માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ 'બે સિંહોને પકડવામાં આવ્યાં' રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શનમાં

રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news cheese checking

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ