બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ખેડૂતો બાદ હવે આવતીકાલથી રાજ્યભરમાં શિક્ષકોનું આંદોલન, 20 જૂન સુધી ધરણા કરીને આવેદનપત્ર આપશે

આંદોલનનાં એંધાણ / ખેડૂતો બાદ હવે આવતીકાલથી રાજ્યભરમાં શિક્ષકોનું આંદોલન, 20 જૂન સુધી ધરણા કરીને આવેદનપત્ર આપશે

Kalpesh Kandoria

Last Updated: 04:50 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરાતાં શિક્ષક સંઘમાં નારાજગી વ્યાપી ગઈ છે, જેને લઈને રાજ્યભરના શિક્ષકો આવતી કાલથી આંદોલન પર ઉતરશે.

રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષક સંગઠનોના જણાવ્યા અનુસાર, આવતીકાલથી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર ધરણાં યોજવામાં આવશે. અલગ-અલગ તારીખે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવશે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતાના સ્તરે અલગ કાર્યક્રમો યોજીને આ મુદ્દે દબાણ વધારવાનો પ્રયાસ કરશે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પાસ કરવી ફરજિયાત હોવાનો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયના પગલે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા અંદાજે એક લાખ જેટલા શિક્ષકો સામે નોકરી જાળવી રાખવા માટે TET પાસ કરવાનો પડકાર ઊભો થયો છે. શિક્ષકોને વર્ષ 2028 પહેલાં TET પરીક્ષા પાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

આ પણ વાંચો- ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ, NEET પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનું મોટું પગલું

આ મુદ્દે શિક્ષક સંગઠનોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં TET પરીક્ષાની વ્યવસ્થા અસ્તિત્વમાં નહોતી અને તે સમયના ભરતી નિયમો અનુસાર જ તેમની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી પરીક્ષા આપવી પડે તે યોગ્ય નથી અને તેમને આ નિયમમાંથી મુક્તિ મળવી જોઈએ.

શિક્ષક આગેવાનોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપતા અનુભવી શિક્ષકોને નવી શરતોના આધારે મુશ્કેલીમાં મૂકવાને બદલે સરકાર દ્વારા માનવતાવાદી અને વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. હવે આગામી દિવસોમાં શિક્ષકોનું આંદોલન સફળ થશે કે ખેડૂતોના આંદોલનની જેમ જ શિક્ષકોનું આંદોલનનું પણ સુરસુરિયું થઇ જશે તે જોવાનું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tet Gujarat teacher teachers on strike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ