બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખેડૂતો માટે ખુશખબર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, તારીખનું એલાન

PM KISAN Scheme / ખેડૂતો માટે ખુશખબર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, તારીખનું એલાન

Pravin Joshi

Last Updated: 09:56 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી બહુ મોટા ખુશખબર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23 મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

દેશના અન્નદાતાઓ માટે વર્ષ 2026 ના ખરીફ પાકની સીઝન શરૂ થાય તે પહેલાં જ કેન્દ્ર સરકાર તરફથી મોટી આર્થિક ભેટ મળી ગઈ છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાંબા સમયથી પોતાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોનો ઇન્તઝાર હવે પૂરો થયો છે. સરકારે આધિકારિક રીતે પીએમ કિસાન યોજનાના 23 મા હપ્તાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 જૂન 2026 ના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલા તારકેશ્વર ખાતેથી દેશભરના પાત્રતા ધરાવતા ખેડૂતો માટે સત્તાવાર રીતે બટન દબાવીને આ નાણાં રવાના કરશે.

Pm Kisan yojana

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ આર્થિક સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રણાલી હેઠળ સીધી જ ખેડૂતોના લિંક થયેલા બેંક ખાતાઓમાં જશે. ચોમાસાની શરૂઆત અને ખરીફ પાકની વાવણીના આ અગત્યના સમયે બે-બે હજાર રૂપિયાની આ મદદ ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીની અન્ય તાત્કાલિક જરૂરિયાતો પુરી કરવા માટે અતિ ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થશે. ખેડૂતો યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને ઓનલાઈન સ્ટેટસ અને નવી બેનિફિશિયરી લિસ્ટ (લાભાર્થી યાદી) ચેક કરી શકે છે.

PM Kisan 23rd installment

આસામથી જાહેર થયો હતો અગાઉનો હપ્તો

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષે જ 13 માર્ચના રોજ યોજનાનો 22 મો હપ્તો આસામના ગુવાહાટીથી દેશના કરોડો ખેડૂતો માટે ઓનલાઇન જારી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને આર્થિક સદ્ધરતા આપવા માટે દર વર્ષે કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ વાર્ષિક સહાય 2000-2000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan Samman Nidhi Yojana

અત્યાર સુધીના હપ્તાઓ અને મહિલા ખેડૂતોને મળ્યો મોટો લાભ

સરકાર દ્વારા ગત 4 મે ના રોજ તેના સત્તાવાર X એકાઉન્ટ @pmkisanofficial પર શેર કરવામાં આવેલા અદ્યતન આંકડા મુજબ, પીએમ કિસાન યોજના શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના કુલ 22 હપ્તાઓમાં ખેડૂતોને આશરે 4.28 લાખ કરોડ રૂપિયાથી વધુની માતબર આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યભરમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરનું ચેકિંગ, 2.12 લાખ કિલો/લીટર વધુ ખાદ્યપદાર્થ પકડાયો

આ યોજનાનો એક સૌથી મોટો અને સકારાત્મક પાસું એ રહ્યો છે કે દેશની નારીશક્તિ એટલે કે મહિલા ખેડૂતોને પણ આનો જબરદસ્ત લાભ મળ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર, દેશની 2.17 કરોડથી વધુ મહિલા લાભાર્થી ખેડૂતો સુધી આ યોજનાના સીધા નાણાં પહોંચ્યા છે. અત્યાર સુધીમાં માત્ર મહિલા ખેડૂતોના ખાતામાં જ કુલ 1.10 લાખ કરોડ રૂપિયાથી વધુની જંગી રકમ જમા કરાવીને કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 20 જૂને રિલીઝ થનારા નવા હપ્તાથી દેશના ગ્રામીણ અર્થતંત્રને ખરીફ સીઝનની શરૂઆતમાં મોટો વેગ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMKisan2026 PMKisanYojana 23rdInstallment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ